Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ચૂંટણી પતિ અને પાલિકા તેમજ પોલીસ નું તંત્ર ભરૂચમાં જાણે કે પ્રજા પર તૂટી પડ્યું, લારી ગલ્લા નાં દબાણો હટાવાયા તો અનેક વાહન ચાલકો દંડાયા

Share

ચૂંટણી પતિ અને પાલિકા તેમજ પોલીસ નું તંત્ર ભરૂચમાં જાણે કે પ્રજા પર તૂટી પડ્યું, લારી ગલ્લા નાં દબાણો હટાવાયા તો અનેક વાહન ચાલકો દંડાયા

-સાહેબ ધંધો કરવા આ લોકો ક્યાં જાય..? શહેર માં છૅ કોઇ નક્કર વ્યવસ્થા..?

Advertisement

-ભરૂચ નાં માર્ગો પર પાર્કિંગ ની સુવિધા જ નથી….

ભરૂચ શહેર માં નાના મોટા લારી ગલ્લા ફૂટફાટ પર અથવા તો કાંસ જેવી જગ્યા ઑ ઉપર મૂકી પોતાની રોજી રોટી મેળવતા અનેક પરિવારો આજ કાલ મુંજવણ માં મુકાયા હોય તેવી સ્થિતિ નું સર્જન થયું છૅ,એક તરફ ટ્રાફિક ડ્રાઇવ તો બીજી તરફ પાલિકા ની દબાણ શાખા ટીમ સતત કડકાઈ થી કામગીરી કરતી જોવા મળી રહી છૅ,

ચૂંટણીઓ નાં કામ કાજ થી હળવાશ માં આવેલ પોલીસ વિભાગ અને પાલિકા નું તંત્ર હવે પ્રજા ને કાયદે મેં રહો ગે તો ફાયદે મેં રહોગે નાં પાઠ ભણાવવા નીકળી પડી છૅ, જેમાં શહેરઆ સતત બે દિવસ થી જ્યાં એક તરફ અનેક વાહન ચાલકો સામે પોલીસે દંડનિય કાર્યવાહી કરી છૅ તો બીજી તરફ રસ્તા ને નડતર રૂપી કેટલાક લારી ગલ્લા ઑ પાલિકા નાં તંત્ર એ ટ્રેકટર માં ભરી લીધા છૅ,

સ્ટેશન થી એમ જી રોડ અને મહંમદ પુરા થી બાયપાસ જેવા મુખ્ય માર્ગ પર છાશવારે ટ્રાફિક ની સમસ્યા નો સામનો વાહન ચાલકો કરી રહ્યા છૅ, શહેર માં વાહનો નું પ્રમાણ વધ્યું પરંતુ તંત્ર ની ઢીલાશ નું પરિણામ સ્વરૂપે આજે રસ્તાઓ સાંકડા બનતા જઈ રહ્યા છૅ,

મુખ્ય માર્ગો ઉપર પાર્કિંગ ની સુવિધા ન હોવાના કારણે વાહન ચાલકો જે તે દુકાનો માં ખરીદી કરવા જાયઃ છૅ ત્યાં દુકાન બાહર જ પાર્કિંગ કરવું પડતું હોય છૅ, જે બાદ પોલીસ વિભાગ દ્વારા આ પ્રકાર નાં વાહનો ને લૉક મારવાની કામગીરી હાથ ધરી દેવાતી હોય છૅ, તેવામાં વાહન ચાલકો પણ મુંજવણ માં મુકાય છૅ અને આખરે પોતે પાર્કિંગ ક્યાં કરે તેવી બાબતો ચર્ચામાં લાવતા નજરે પડતા હોય છૅ,

ત્યારે પાલિકા નું તંત્ર પણ પોલીસ ને સાથે રાખી અનેક નાના મોટા લારી ગલ્લા ધારકો ને નડતર રૂપી હોવાનું જણાવી તેઓના ગલ્લા ઑ ટ્રેકટર મારફતે ઉંચકી લઇ જતા હોય છૅ, તેવામાં મધ્યમ વર્ગ માં પરિવારો આ પ્રકારે થતી તંત્ર ની કામગીરી નાં કારણે પોતાની રોજી રોટી ગુમાવી રહ્યા છૅ, અને બૂમરાણ કરી રહ્યા છૅ કે આખરે અહીંયા ધંધો નહીં કરીએ તો ક્યાં જઈએ..? અન્ય શહેરો ની જેમ પાલિકા એ કોઇ યોગ્ય સ્થળો વિકસાવ્યા છૅ ખરા કે ત્યાં જઈ પોતાની રોજી રોટી મેળવી શકીએ તેવા સવાલો મનો મન માં કરી રહ્યા છૅ,

બોક્સ -ભરૂચ માં પૂર્વ અને પશ્ચિમ ને જોડતો મહંમદ પુરા બ્રિજ ની કામગીરી માં તંત્ર એ કરેલ ઢીલાશ થી ટ્રાફિક સમસ્યા વકરી રહી છૅ, નવા એક્સપ્રેસ વે તરફ થી વાહનો નું પ્રમાણ સીટી વિસ્તારમાં આવી રહ્યું છૅ, જેને લઇ છાશવારે આ વિસ્તારમાં ટ્રાફિક નું સ્વરૂપ જોવા મળે છૅ, તેવામાં આ બ્રિજ ની કામગીરી હવે તંત્ર એક્શન માં આવી ત્વરિત શરૂ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છૅ,

બોક્સ -પોલીસ અને પાલિકા ની કામગીરી સરાહનીય પરંતુ ભરૂચની ભોળી પ્રજા જાયઃ તો જાયઃ કહા જેવી સ્થિતિ માં વર્તમાન સમય માં મુકાઈ છૅ, પોલીસ વાહનો ટ્રાફિક ને નડતર રૂપી હોય તો દંડ કરે તેમાં કોઇ ને કંઈ વાંધો નથી પરંતુ પાંચ કિલોમીટર નાં મુખ્ય માર્ગ પર પાર્કિંગ ની સુવિધાઓ વિકસાવવા માટે પાલિકા ને ટકોર કરે તે બાબત પણ અત્યંત જરૂરી બની છૅ,


Share

Related posts

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસર ભામૈયા ગામમાં તૂટેલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળમાં ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

ProudOfGujarat

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!