કોમી એકતાના પ્રતીક સમાન વાંસી ગામે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો, આયોજિત સમારોહમાં 15 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો…
ભરૂચના વાંસી ગામમાં સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. એક જ શામિયાણા નીચે જ્યારે હિંદુ મુસ્લિમ સંપ્રદાયના યુવક યુવતીઓએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથીમાં જોડાયા ત્યારે વાંસીની ધરતી પર કોમી એકતાની સોડમ પ્રસરી ગઇ હતી. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક સમા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 15 જેટલા ભાગ્યશાળી યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિંદુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા ઐયુબ બાપુ તેમજ સરપંચ નીયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે…
:- યાકુબ પટેલ..ભરૂચ…