ભરૂચ: દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ,
પાણી ના પ્રવાહ માં કામદારો તણાયા
બે કામદારના મોત ,ચાર કામદારો ઇજાગ્રસ્ત
ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તાર માં આવેલ ઈપેક કંપનીની પાણીની ટાંકી માં બ્લાસ્ટ થતા પાણી નો અસહ્ય પ્રવાહમાં કામદારો તણાયા હોવાનું ચર્ચાય છે 5 લાખ લીટરની પાણીની ટાંકી ફાટતા બે કામદારના મોત અને ચાર કામદારોને ઇજા થઈ હતી ઇજાગ્રસ્તોને ને સારવાર માટે હોસ્પિટલ માં લઇ જવાય હતા,બનાવ ની જાણ થતાં પોલીસે તપાસ હાથધરી હતી
દહેજ અને સાયખા ,વિલાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અકસ્માતો સર્જાય રહ્યા છે સેફ્ટી વિક માં એવેરનેસ કેમ્પો કરાય તેમ છતાં દુર્ઘટનાઓ અટકતી નથી ઇટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે કંપનીમાં ભાગદોડ થઈ ગઈ હતી પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થાય હતા જે પૈકી બે કામદારોના ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમ્યાન મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે
ઇપેક કંપનીમા થયેલ ઘટનામાં સૂરજ રામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલકુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22નું મોત નિપજ્યા હતા વધુ વિગત મેળવી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું કેહવાઈ રહ્યું છે