ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી સંદીપ માંગરો લાયે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત પત્ર પાઠવી તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભરૂચની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હોય તે સહિતના આક્ષેપો સાથે સમગ્ર ઘટનાક્રમને સખત શબ્દોમાં વખોડી કાઢી લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
પોલીસ અધિક્ષક સમક્ષ આ પત્રમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન અન્ય રાજકીય પક્ષ દ્વારા મારી પ્રતિષ્ઠા ને નુકસાન પહોંચાડવાના હેતુથી કેટલાક whatsapp ગ્રુપમાં સમાજની એકતાને ખંડિત કરવાના ઇરાદાથી કૌભાંડી કાવતરું કરવામાં આવ્યું હતું.
સોડ ગામના વિવાદિત મુદ્દો કંઈક એવો છે કે આદિવાસી સમાજમાં કેટલાક આગેવાનો દ્વારા આદિવાસી ફળિયાના લોકો મતદાન કરે તે માટે પ્રચાર અર્થે જતા હોય ત્યારે કેટલાક યુવાનો દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે કોઈએ આ ગામમાં આવવું નહીં તેવું જણાવ્યું હોય તેમ જ ધોકા લાકડી વડે ગાડીમાં નુકસાન પણ કર્યું હોય અન્ય પક્ષના પ્રચાર અર્થે આવેલા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ તથા તેમાં અમુક માથાભારે શકશો દ્વારા કારના કાચબોનેટ સહિતની તોડફોડ કરવામાં આવી હતી,
વધુમાં લેખિત પત્રમાં જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર ગણેશ સુગર ફેક્ટરી ના પૂર્વ ચેરમેન અને ગણેશ સુગરના આગેવાનો હોવાનું પણ જાણવા મળ્યું છે આ અગાઉ પણ ગણેશ સુગર ફેક્ટરી ની ચૂંટણી ગેરકાનૂની કારણોસર મુલતવી રાખવામાં આવી હતી જે હાલ પણ મુલતવી છે આ પ્રકારની કોઈએ પણ ગેરેરીતિ કરવી નહીં સમાજ વિરુદ્ધ કાવતરા કરવા નહીં સમાજની એકતા અખંડિતતા તોડવી નહીં તે સહિતની બાબતો જણાવી છે તથા તેઓની પ્રતિષ્ઠા ને પણ હાનિ પહોંચે તેવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે તે બાબતને પણ સખત શબ્દોમાં તેઓએ વખોડી કાઢી પોલીસ અધિક્ષક સમક્ષ આ બાબતે તલસ્પર્શી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.