મંગળવારે મતદાન કરશે ભરૂચ,લોકશાહી નાં મહા પર્વ એવા મતદાન ને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ
-ભરૂચ લોકસભા બેઠક પર 17 લાખ થી વધુ મતદારો
-મતદાન ની ટકાવારી વધે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયા પૂરતા પ્રયાસો
દેશ ભર માં લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, બે તબક્કા માં મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે ત્રીજા તબક્કામાં ગુજરાત ની જનતા પોતાનાં મતઅધિકાર નો ઉપયોગ કરશે, સાથે જ પોતાના પસંદગી નાં ઉમેદવાર ને દેશ ની સંસદ સુધી પહોંચાડી લૉક તંત્ર ને મજબૂત કરવાની નેમ સાથે મતદાન કરવા જઈ રહી છૅ,
ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ મંગળ વારે સવાર થી જ મતદાન ની શરૂઆત થવા જઈ રહી છૅ,17 લાખ થી વધુ મતદાન ધરાવતી અને સાત વિધાનસભા બેઠકો ને આવરી લેતી આ બેઠક ઉપર પણ મતદારો નો ઉત્સાહ મતદાન કરતા પહેલા જોવા મળી રહ્યો છૅ,
તો બીજી તરફ મતદાન કેન્દ્ર ઉપર વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કવાયત શરૂ કરાઈ છૅ, સાથે જ ઉનાળા ની કાળ જાળ ગરમી માં લોકો ને હાલાકી ન પડે માટે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ મતદારો માટે પાણી સહી ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છૅ,
મંગળવારે સાવરે 7 કલાક થી સાંજ સુધી મતદાન કરવા માટે લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છૅ, તેવામાં મતદાન મથકો નાં બુથ ઉપર સહિત જિલ્લા નાં અનેક સ્થળે પોલીસ વિભાગ નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છૅ,