Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો,ચીફ ચૂંટણી કમિશનરે દિન એક માં પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

Share

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો,ચીફ ચૂંટણી કમિશનરે દિન એક માં પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

-ચીફ ચૂંટણી કમિશનર ની ગંભીરતા જોઈ ભરૂચ પોલીસે કોંગી અગ્રણી અને રાજપૂત આગેવાન ના પણ નિવેદનો નોંધ્યા

Advertisement

તાજેતર માં જ ભરૂચ જિલ્લા ના રાજપારડી પાસે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતા અમિત શાહ ની એક જન સભાં નું આયોજન કરવામાં આવ્યું હતું, જે જન સભાં થાય પૂર્વે જ તારીખ 27/04/2024 ની રાત્રી ના સમયે ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે સવાલો ઉભા થયા છૅ,

આમોદ તાલુકા માંથી ચૂંટણી નું કામ પટાવી રાત્રીના સમયે પરત ફરી રહેલા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા અને તેઓની સાથે રહેલ રાજપૂત આગેવાન વિરપાલ સીંહ અટોદરીયા ને ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ મુખ્ય માર્ગ પર જ સી ડિવિઝન પીઆઇ સહિત ના સ્ટાફ ના કર્મીઓએ તેઓની કાર ને રોકી હતી,

જે ઘટના બાદ પીઆઇ સહિત સ્ટાફ ના કર્મીઓએ મોબાઈલો ઝુટવી લઈ ઉદ્ધતાઈ ભર્યું વલણ અપનાવી તેઓની અટકાયત કરી પોલીસ હેડ ક્વોટર્સ ખાતે લઈ ગયા હતા જ્યાં રાત્રી દરમ્યાન તેઓની અટકાયત કરાઈ હતી,

સંદીપ માંગરોલા એ પોલીસ ની કામગીરી ને વખોડી કાઢી હતી તેમજ મામલે તેઓએ ચીફ ચૂંટણી કમિશનર ને દિલ્હી ખાતે પત્ર લખી સમગ્ર ઘટના ક્રમ અંગે યોગ્ય ન્યાય ની વાત કરી છૅ,જે બાદ ચીફ ચૂંટણી કમિશનર દ્વારા સમગ્ર મામલા ને ગંભીરતા પૂર્વક લીધો હતો,

ત્યારે ભરૂચ પોલીસ પાસે ચીફ ચૂંટણી કમિશનરે સમગ્ર બાબત અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે દિન એક નો સમય આપ્યો છૅ, આ બધા વચ્ચે ભરૂચ પોલીસ દ્વારા અરજી કરનાર પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી સંદીપ માંગરોલા તેમજ રાજપૂત આગેવાન વિરપાલ સીંહ અટોદરીયા તેમજ તેઓના સાથી મિત્રો ના પણ નિવેદનો લીધા હતા,

આમ સમગ્ર મામલે થયેલ ચીફ ચૂંટણી કમિશનર સુધી ની ફરિયાદ ની ચહલ પહલ શરૂ થતા અને મામલે ચીફ ચૂંટણી કમિશનર દ્વારા ગંભીરતા દાખવતા હાલ સમગ્ર બાબત પોલીસ બૈડા માં સહિત લોકો વચ્ચે પણ ચૂંટણી ના માહોલ માં ચર્ચાસ્પદ બની છૅ,


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા સામાન્ય સભા બોલાવ્યા વગર જ લારી ગલ્લાનાં 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા વસુલાતા રોષ : ગલ્લાં અને પથારાંવાળાઓનું ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું.

ProudOfGujarat

વાહન ચોરીના ગુનામાં ચોરાયેલ BMW કારને પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી શોધી કાઢતી સાગબારા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!