લ્યો બોલો,ઓવૈસી ની પાર્ટીના ભરૂચ ના પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો,લાખોના ડ્રગ્સ કેસ પ્રકરણમાં સાહીલ મલેક ની સંડોવણી
-મુંબઈ થી ભરૂચ સુધી ડ્રગ્સ નું નેટવર્ક ધમધમતું, જેમાં સાહીલ મલેક ની સંડોવણી સામે આવી
ભરૂચ શહેર માં તાજેતર માં જ પશ્ચિમ વિસ્તાર માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડી એમ ડી ડ્રગ્સ અને ગાંજા ના જથ્થા સાથે પીરકાંઠી પાસે આવેલ અબદાલ વાડ વિસ્તારમાં દરોડા પાડી અમીન ઉર્ફે જાવિદ મલેક નામના ઈસમ ને 13 લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો,
આ સમગ્ર બાબત અંગે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમોએ તપાસ ના ધમધમાટ શરૂ કર્યા હતા, જે તપાસ દરમ્યાન કહેવાય છૅ કે એ આઈ એમ આઈ ના પૂર્વ શહેર પ્રમુખ મહંમદ સાહીલ સિકંદર મલેક આ નશાના વેપલા નો માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છૅ,
હાલ સાહીલ મલેક મામલે પોલીસે તપાસ ના ધમ ધમાટ કર્યા છૅ, તેમજ સાહીલ ની સંડોવણી બાહર આવતા કહેવાતી મુસ્લિમોં ની પાર્ટી એમ આઈ એમ ઉપર પણ દાગ લાગી રહ્યા છૅ, મહત્વનું છૅ કે ભરૂચ શહેર માં એમ આઈ એમ ની બે જેટલી સીટ પાલિકા માં છૅ, તેમાં પણ ડ્રગ્સ જેવા નશાના વ્યવસાય માં જેઓ નું નામ સામે આવ્યું છૅ તેઓના વિસ્તાર માંથી જ બંને ચૂંટાયેલા પાલિકા સભ્ય પણ આવે છૅ,
આમ સમગ્ર ડ્રગ્સ કેસના મામલા માં એકા એક એમ આઈ એમ ના પૂર્વ આગેવાન ની ભૂમિકા સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છૅ, આખરે આ સાહીલ સિકંદર મલેક સાથે અન્ય કોણ કોણ આ નશાના વેપલા માં ભાગીદાર હતા કે કેમ તે દિશા માં પણ તપાસ જરૂરી જણાઈ રહી છૅ,
ભરૂચ ના પશ્ચિમ ભાગમાં મુસ્લિમ બહુલત વિસ્તારમાં રહી આ પ્રકારની ના-પાક કરતૂત ને અંજામ આપનારા સાહીલ ને નશાની દુનિયાનું ભૂત ક્યાર થી સવાર હતું અને ભરૂચ જિલ્લા માં ડ્રગ્સ અને ગાંજા જેવી વસ્તુ કોની છત્રછાયા હેઠળ તે શહેર માં વિકાસવતો હતો તે તમામ બાબતો ની તપાસ થવી પણ આ પ્રકારના ગંભીર મામલે જરૂરી બની છૅ,
બોક્સ -સમગ્ર મામલે ભરૂચ એ આઈ એમ ના પ્રમુખ ઇમરાન પટેલ ને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સાહીલ મલેક તો તેઓના કાર્યભાળ સાંભળ્યા પહેલા થી જ પાર્ટી માંથી રાજીનામુ આપી ચુક્યા છૅ, વર્તમાન માં તેઓ પાર્ટીમાં સક્રિય નથી, તેમ જણાવી સમગ્ર મામલે પાર્ટી નો બચાવ કરતા નજરે પડ્યા હતા,
બોક્સ-સાહીલ મલેક નું સમગ્ર મામલે મુંબઈ કનેકશન પણ સામે આવતું દેખાઈ રહ્યું છૅ, સાથે સાથે આ આંખેય મામલો વિદેશી કનેકશન સુધી પણ પહોંચે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છૅ, ત્યારે હવે સમગ્ર મામલે આગામી દિવસો માં પોલીસ વિભાગ શું ખુલાસા કરે છૅ તે બાબત ઉપર સમગ્ર મામલે લોકો ચાતક નજરે રાહ જોઈ બેઠાં છૅ,