ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો
તાજેતર માં જ ભરૂચ જિલ્લા ના રાજપારડી પાસે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતા અમિત શાહ ની એક જન સભાં નું આયોજન કરવામાં આવ્યું હતું, જે જન સભાં થાય પૂર્વે જ તારીખ 27/04/2024 ની રાત્રી ના સમયે ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે સવાલો ઉભા થયા છૅ,
આમોદ તાલુકા માંથી ચૂંટણી નું કામ પટાવી રાત્રીના સમયે પરત ફરી રહેલા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા અને તેઓની સાથે રહેલ રાજપૂત આગેવાન વિરપાલ સીંહ અટોદરીયા ને ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ મુખ્ય માર્ગ પર જ સી ડિવિઝન પીઆઇ સહિત ના સ્ટાફ ના કર્મીઓએ તેઓની કાર ને રોકી હતી,
જે ઘટના બાદ પીઆઇ સહિત સ્ટાફ ના કર્મીઓએ મોબાઈલો ઝુટવી લઈ ઉદ્ધતાઈ ભર્યું વલણ અપનાવી તેઓની અટકાયત કરી પોલીસ હેડ ક્વોટર્સ ખાતે લઈ ગયા હતા જ્યાં રાત્રી દરમ્યાન તેઓની અટકાયત કરાઈ હતી,
સંદીપ માંગરોલા એ પોલીસ ની કામગીરી ને વખોડી કાઢી હતી તેમજ મામલે તેઓએ ચીફ ચૂંટણી કમિશનર ને દિલ્હી ખાતે પત્ર લખી સમગ્ર ઘટના ક્રમ અંગે યોગ્ય ન્યાય ની વાત કરી છૅ,