લોકશાહી ના મહાપર્વ ની શરૂઆત, ભરૂચ માં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપેર થકી આપ્યો પોતાનો મત,જિલ્લા પોલીસ વડા એ કર્યું મતદાન
ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ ને મતદાન કરવા બેલેટ પેપર નો ઉપયોગ કરાયો છૅ,જેમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ, પોલીસ સહિતના 13,150 સરકારી કર્મચારી તારીખ 29,30 અને 1 મે એ મતદાન કરશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારી ઓની પણ ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા 13,150 સરકારી કર્મચારીઓ પણ પોતાનું મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ, પોલીસ સહિતના સરકારી કર્મચારી તારીખ 29,30 અને 1 મે એમ ત્રણ દિવસ દરમિયાન મતદાન કરવાનું શરૂઆત આજ થી થઈ છૅ,.મહત્વનું છૅ કે થોડા દિવસ પહેલાં પોસ્ટલ બેલેટનો એકસચેન્જ મેળો પણ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.