ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ
ભરૂચ જિલ્લા માં હાલ લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, તેવામાં રાજકીય પારો પણ ગરમા ગર્મી ભર્યો બન્યો છૅ, આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ માં જનરલ સૈકેટરી સંદીપભાઈ માંગરોલા એ ભરૂચ પોલીસ મથક ના પી આઈ ભરવાડ અને તેઓના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છૅ,
સંદીપ માંગરોલા દ્વારા અપાયેલ અરજી માં જણાવવા માં આવ્યું છૅ કે તેઓ તેમજ તેઓના સાથી મિત્ર વિરપાલ સીંહ અટોદરીયા આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી ચૂંટણી નું કામ પટાવી ઘરે પરત ફરી રહ્યા હતા,
દરમ્યાન માં ભોલાવ નજીક આવેલ ટી સ્ટોલ પાસે પી આઈ ભરવાડ સહિત ના સ્ટાફ ના માણસો એ તેઓની કાર ને અટકાવી હતી જે બાદ કાર માં બેઠેલા વિરપાલ સીંહ અટોદરીયા ને કોલર પકડી પીઆઇ અને સ્ટાફ ના માણસો એ બાહર કાઢી ધોલ ઢાપડ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા,તેમજ મોબાઈલ ફોન પણ ઝુટવી લીધો હતો,
આ બાદ તેઓની રાત્રી દરમ્યાન એસ, પી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેઓને ગેરકાયદેસર રીતે અટકાયત કરી રાખવા માં આવ્યા હતા, જેને લઈ સંદીપભાઈ માંગરોલા દ્વારા સમગ્ર મામલા અંગે ચૂંટણી માં માહોલ બગાડવા નો પ્રયાસ તેમજ લૂંટ જેવી ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સ્વરૂપે રજુઆત કરવામાં આવી છૅ