Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

Share

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

“એડવોકેટ ડો. નસીમ જી. કાદરીએ ખેડુતોવતી કોર્ટમાં કરી હતી ધારદાર દલીલો”

Advertisement

મોજે ગામ: દયાદરા, તા. : ભરૂચ, જિ. : ભરૂચના રર ખેડુત/ખાતેદારોની જમીનો જમીન સંપાદન કેસ નં. ૨૦/૧૦ થી દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા રસ્તાને હોળો તથા મજબુતીકરણ કરવા બાબત સંપાદન કરવામાં આવેલ. જેનું જમીન સંપાદન કાયદાની કલમ-૪નું પ્રથમ જાહેરનામું તા. ૨૬-૦૭-૨૦૧૦ ના રોજ ગેઝેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ત્યારબાદ જમીન સંપાદન કાયદાની કલમ-૬નું જાહેરનામું તા. ૦૯-૧૨-૨૦૧૦ ના રોજ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ જમીન સંપાદન કાયદાની કલમ-૧૧ મુજબનું રેગ્યુલર એવોર્ડ તા. ૩૦-૦૭-૨૦૧૨ ના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રતિ ચો.મી. ના ખેતીની જમીનના રૂા. ૩૭=૬૨ પૈ. અને બીનખેતીની જમીનના પ્રતિ ચો.મી. ના રૂા. ૮૫=૦૦ પ્રમાણે ભાવ આપેલ. જે રકમ ખૂબ જ ઓછી, નજીવી અને અપુરતી હોય દેરોલ ગામના ખેડુત/ખાતેદારોવતી વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરીએ વધુ વળતર મેળવવા જમીન સંપાદન કાયદાની કલમ-૧૮ હેઠળ લેન્ડ રેફરન્સ કેસો તા. ૦૭/૦૮/૨૦૧૨ ના રોજ ભરૂચ સીવીલ કોર્ટમાં દાખલ કરેલ. જે ભરૂચ સીવીલ કોર્ટમાં સદર ગામની જમીનોના લેન્ડ રેફરન્સ કેસ નં. ૧૦૧/૨૦૧૫ થી ૧રર/૨૦૧૫ થી રજીસ્ટર્ડ થયેલ. જેની પ્રક્રિયા ૨૦૧૫ થી લઈને ૨૦૨૪ સુધી ભરૂચના એડીશનલ સીનીયર સીવીલ જજસાહેબની કોર્ટમાં કાર્યવાહી અને સુનાવણીઓ થઈ હતી. જે તમામ કાર્યવાહી અરજદારો વતી વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરી દ્વારા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સાહેદ સાક્ષીઓ તપાસી આખરે દલીલના તબકકે વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરી દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવેલ જે દલીલોના અનુસંધાને લેન્ડ રેફરન્સ કેસ નં. ૧૦૧/ર૦૧પ (મેઈન કેસ), ગૃપ કેસ ૧૦૧/૨૦૧૫ થી ૧રર/૨૦૧૫ માં ભરૂચના એડીશનલ સીનીયર સીવીલ જજ કુ. એસ.બી. મહેતા સાહેબે ખેતીની જમીનના પ્રતિ ચો.મી. ના રૂા. ૨,૧૪૫=૦૭ પૈ. અને બીનખેતીની જમીનના પ્રતિ ચો.મી. ના રૂા. ર,૧૯૨=૪૫ પૈ. પ્રમાણે બજાર કિંમત નકકી કરી જજમેન્ટ આપી ફેંસલ કરેલ છે. આ જજમેન્ટ આવતા દયાદરા ગામના ખેડુત/ખાતેદારો તેમજ ભરૂચ જિલ્લાના તમામ ખેડુતોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા નબીપુર ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

“એડવોકેટ ડો. નસીમ જી. કાદરીએ ખેડુતોવતી કોર્ટમાં કરી હતી ધારદાર દલીલો”

મોજે ગામ: નબીપુર, તા. : ભરૂચ, જિ. : ભરૂચના રર ખેડુત/ખાતેદારોની જમીનો જમીન સંપાદન કેસ નં. ૨૪/૧૦ થી દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા રસ્તાને પ્હોળો તથા મજબુતીકરણ કરવા બાબત સંપાદન કરવામાં આવેલ. જેનું જમીન સંપાદન કાયદાની કલમ-૪નું પ્રથમ જાહેરનામું તા. ૧૬-૧૧-૨૦૧૦ ના રોજ ગેઝેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ત્યારબાદ જમીન સંપાદન કાયદાની કલમ-૬નું જાહેરનામું તા. ૨૫-૦૪-૨૦૧૧ ના રોજ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ જમીન સંપાદન કાયદાની કલમ-૧૧ મુજબનું રેગ્યુલર એવોર્ડ તા. ૧૨-૦૪-૨૦૧૩ ના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રતિ ચો.મી. ના ખેતીની જમીનના રૂા. ૪૪=૫૦ પૈ. અને બીનખેતીની જમીનના પ્રતિ ચો.મી. ના રૂા. ૧૦૭=૦૦ પ્રમાણે ભાવ આપેલ. જે રકમ ખૂબ જ ઓછી, નજીવી અને અપુરતી હોય દેરોલ ગામના ખેડુત/ખાતેદારોવતી વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરીએ વધુ વળતર મેળવવા જમીન સંપાદન કાયદાની કલમ-૧૮ હેઠળ લેન્ડ રેફરન્સ કેસો તા. ૦૨/૦૫/૨૦૧૩ ના રોજ ભરૂચ સીવીલ કોર્ટમાં દાખલ કરેલ. જે ભરૂચ સીવીલ કોર્ટમાં સદર ગામની જમીનોના લેન્ડ રેફરન્સ કેસ નં. ૧૧/૨૦૨૧ થી ૧૭/૨૦૨૧ થી રજીસ્ટર્ડ થયેલ. જેની પ્રક્રિયા ૨૦૨૧ થી લઈને ૨૦૨૪ સુધી ભરૂચના એડીશનલ સીનીયર સીવીલ જજસાહેબની કોર્ટમાં કાર્યવાહી અને સુનાવણીઓ થઈ હતી. જે તમામ કાર્યવાહી અરજદારો વતી વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરી દ્વારા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સાહેદ સાક્ષીઓ તપાસી આખરે દલીલના તબકકે વિદ્વાન ધારાશાસ્ત્રી ડો. નસીમ જી. કાદરી દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવેલ જે દલીલોના અનુસંધાને લેન્ડ રેફરન્સ કેસ નં. ૧૧/૨૦૨૧ (મેઈન કેસ), ગૃપ કેસ ૧૧/૨૦૨૧ થી ૧૭/૨૦૨૧ માં ભરૂચના એડીશનલ સીનીયર સીવીલ જજ કુ. એસ.બી. મહેતા સાહેબે પ્રતિ ચો.મી. ના રૂા. ૧,૨૮૫=૫૦ પૈ. પ્રમાણે બજાર કિંમત નકકી કરી જજમેન્ટ આપી ફેંસલ કરેલ છે. આ જજમેન્ટ આવતા નબીપુર ગામના ખેડુત/ખાતેદારો તેમજ ભરૂચ જિલ્લાના તમામ ખેડુતોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.


Share

Related posts

ભરૂચ : કિન્નરે પોતાના પ્રેમીની હત્યા કરી જાણો કેમ ?

ProudOfGujarat

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગના મૌઝા ગામ ખાતે ‘સિગ્નેચર અભિયાન’ માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!