Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

દિલ્હી – મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

Share

દિલ્હી – મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંદાજીત ૩:૩૦ વાગ્યાના અરસામાં નવા બનેલ દિલ્હી – મુંબઈ હાઇવે પર સરસવણી ગામ પાસે ઉભેલ ખાદ્યતેલ ભરેલ આઈશર ગાડી પાછળ બીજી એક ફળ ભરેલી આઇશર ગાડી ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં પાછળની ગાડીનો ડ્રાઈવર કેબિનમાં ફસાઇ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરને બહાર કાઢેલ તેમજ પોલીસની હાજરીમાં NHAI ની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરનું મોત નિપજવા પામ્યું છે. ઘટના સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

Advertisement

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

વિદ્યાર્થીઓને એસ.ટી બસની સુવિધાઓ ન મળવાથી મેનેજરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતી છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!