હાય રે જી ઈ બી હાય.. હાય… ભરૂચ જીઈબી ની નફ્ફટાઈ સામે પ્રજા નો આક્રોશ, ભર ઉનાળે કલાકોના વીજ કાપ થી પ્રજાનું હલ્લાબૉલ
-વિકસિત ભરૂચ શહેર માં 24 કલાક પૂરતી વીજળી પણ લોકોને નથી મળતી
-અનેક વિસ્તારમાં કલાકો સુધી વીજળી ડૂલ રહેતા લોકો પરસેવે રેબઝેબ
ભરૂચ શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસો થી જ્યાં એક તરફ તાપમાન નો પારો 40 ડિગ્રી ને પાર પહોંચી રહ્યો છૅ, તો બીજી તરફ કલાકો ના વીજ કાપ ના કારણે અનેક વિસ્તારના લોકો ભર ઉનાળા માં જીઈબી ની સમસ્યા ને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છૅ,
ગત રોજ શહેર ના વિવિધ વિસ્તારમાં દિવસ દરમ્યાન કલાકો સુધી વીજ કાપ ની સમસ્યા નો લોકોએ સામનો કર્યો હતો, કેટલાક સ્થળે તો મોડી રાત્રીના સમય સુધી લાઈટ ન આવતા લોકો એ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો, અને પાલિકા વિપક્ષ ના સભ્યો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની ની પાંચબત્તી સ્થિત કચેરી દોડી ગયા હતા,
વિપક્ષ ના સભ્યો અને સ્થાનિકો પોતાની સાથે ગાદલા અને ટકીયા લઈ પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જીઈબી ના અધિકારી ઑ સમક્ષ શહેરી જનો ને વીજ કાપ થી થઈ રહેલી સમસ્યા અંગેની રજુઆત કરી હતી,
મહત્વ નું છૅ ભરૂચ જીઈબી કચેરી ખાતે લોકો માટે ફરિયાદ કેન્દ્ર અને નંબર જાહેર કર્યા છૅ, પરંતુ જયારે જયારે આ પ્રકારની સમસ્યા ઑ લોકો માં સર્જાય છૅ ત્યારે ત્યારે જે તે કર્મચારી ક્યાંક તો ફોન રિસીવ નથી કરતા અથવા તો રિસીવ કરે તો પણ અભદ્ર વર્તન વારી ભાષા માં વાત કરતા હોવાના કડવા અનુભવો પણ લોકો ને થતા હોવાના આક્ષેપો પાલિકા વિપક્ષ ના સભ્ય સમ સાદ અલી સૈયદ દ્વારા જીઈબી અધિકારી સમક્ષ કર્યા હતા,