ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જિન થી જીતીશું
યહા મોગી માતા અને રામજી મંદિરે દર્શન બાદ ફોર્મ ભરવા આવ્યો છું, ચૈતર વસાવા
ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમા એ પહોંચ્યો છૅ, ખાસ કરી બેઠક પરના છ ટર્મ ના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છૅ તો બીજી તરફ કોંગ્રેસ અને આપ ના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ પોતાનું ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી પોતાની જીત ના દાવા કર્યા હતા,
કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારો ની ઉપસ્થિત માં ચૈતર વસાવા આજે વિજય મુહર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ગત રોજ પંજાબ ના મુખ્યમંત્રી ની અને પ્રદેશ કોંગ્રેસ માં પ્રમુખ ની ઉપસ્થિતી માં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચૈતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી
ચૈતર વસાવા સહિત તેઓના ધર્મ પત્ની ઓની ઉપસ્થિતિ માં આજે તેઓ ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી પક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે યહાં મોંગી માતા ના આશીર્વાદ અને રામજી ભગવાન ના દર્શન કરી લોકોની દુઆઓ લઈ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છૅ, અને આશા રાખીયે છી એ કે સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાની જીત થશે તેમ જણાવ્યું હતું,
મહત્વ ની બાબત છૅ કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવારો સામ સામે કરેલ શક્તિ પ્રદશનો બાદ થી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરા ખરી નો બન્યો છૅ, અને બેઠક ના જંગ ને જીતવા માટે ના તમામ પ્રયાસો રાજકીય દિગ્ગજ નેતાઓ કરવામાં જોતરાઈ ગયા છૅ,