આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ
એક જવેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું.
રાત્રી ના 11 કલાકે આમોદ પોલીસ દ્વારા શહેરની તમામ દુકાનો બંધ કરાવી શહેરી જનોને પણ ધરે મોકલી આપે છે. અને દરેક જગ્યા એ હોમગાર્ડ પોઇન્ટ મુકેલ છે. તથા પોલીસ વાહન પેટ્રોલિંગ ચાલુ રાખે છે છતાં આ અજાણ્યા ઈસમો શહેર ની વચ્ચે આવેલ ટાવર પાસે ની જવેલ્સ ની દુકાન નુ સટલ તોડ્યું એ આમોદ પોલીસ ના નાઈટ પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાવતા સમાન છે..
આમોદ નગરમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મેઈન બજારમાં આવેલી એક જવેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.જેમાં જવેલર્સની દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.જ્યારે એક મકાનની બારીમાંથી પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા તાંબા પિત્તળના વાસણો ઉઠાવી ગયા હોવાની માહિતી મળી હતી.જો કે આમોદ પોલીસ મથકે હજુ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
આમોદ નગરમાં મુખ્ય બજાર એવા ટાવરચોક વિસ્તારમાં આવેલી કાવેરી જવેલર્સ -૨ ની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.પરંતુ દુકાનમાંથી કોઈ વસ્તુ નહી ગઈ હોવાની માહિતી મળી હતી.જ્યારે બાપા સીતારામ વિસ્તારમાં આવેલા ત્રિભોવન નાગજીભાઈ સોલંકી પોતાના ઘરે નીચે સૂતા હતા ત્યારે ઉપરના માળે અજાણ્યા તસ્કરોએ રાત્રીના આશરે ત્રણ વાગ્યાની આસપાસ પેચિયાથી બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો.તેમજ ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણો જેવા કે બેડાં,ડોલ ઉઠાવી ગયા હતા ઉપરાંત રોકડા પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આમોદ પોલીસ મથકે હજુ સુધી ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ નથી.
આમોદ પોલીસ તેમજ હોમગાર્ડના નાઇટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા.
આમોદ નગરમાં ટાવરચોક વિસ્તારમાં બે થી ત્રણ દુકાનોએ સીસીટીવી લાગેલા છે.પરંતુ નજદીકના બંને દુકાનોના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી અજાણ્યા તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે સીસીટીવી કેમેરા બગડેલા હોવાથી પોલીસ અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવી શકશે કે કેમ તે જોવુ રહ્યું.હાલમાં તો બંને દુકાનોના સીસીટીવી બંધ હાલતમાં હોવાથી પોલીસને મુશ્કેલી ઊભી થઈ છે.
રિપોર્ટર :- મકસુદ પટેલ આમોદ..
આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ : એક જવેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું.
Advertisement