નેશનલ નેશનલ હાઇવે 48 પર આવેલ ભરૂચ ટોલ ટેક્સ પર લુખ્ખાતત્વો નો આતંક, શાકભાજી ની ગાડી ચાલકો પાસે કરાય છૅ રૂપિયા ની માંગણી, સમગ્ર ઘટના ક્રમ નો વીડિયો થયો વાયરલ
-તોડ પાણીનું ટોલ ટેક્સ
-ટોલનાકા પર મોટા ભાગે ગુજરાત બાહર ના યુવાનો ફરજ બજાવે છ?
વડોદરા -સુરત ને જોડતો નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ભરૂચ ના માંડવા નજીક નું ટોલ નાકુ ત્યાં ફરજ બજાવતા કેટલાક લુખ્ખા તત્વોના કારણે સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છૅ, આ ટોલ નાકા ખાતે કહેવાય છૅ કે ઉઘાડી લૂંટ માનો કે ગેરકાયદેસર રૂપિયા વસુલી નો ધંધો ફૂલી ફાટ્યો છૅ,
આ ટોલ ટેક્સ પરથી પસાર થતી શાકભાજી ના ટેમ્પો ચાલકે ગેરકાયદેસર ઉઘરાણી કરતા તત્વો નો ભાંડો ફોડ્યો હતો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ટોલ નાકા ખાતે ફરજ બજાવતા કર્મીઓની પોલ ખુલ્લી પાડી હતી,
વાયરલ થયેલ વીડિયો માં ભરૂચ ટોલ નાકા પાસેથી પીક અપ ટેમ્પોમાં શાકભાજી લઈ ચાલક પસાર થઈ રહ્યો હતો, તેજ દરમ્યાન રસ્તા વચ્ચે ડ્રમ મૂકી એક કર્મચારી ટેમ્પો ચાલક પાસેથી ઓવર લોડ ગાડી હોવાના નામે રૂપિયા 200 ની માંગણી કરતો નજરે પડી રહ્યો છૅ, જે ઘટના નો વિડીયો ટેમ્પો ચાલકે પોતાના ફોન માં કંડારી લીધો હતો, અને કર્મચારી ને પોતે ઓવર લોડેડ ગાડી નથી ભરી, જોઈ લે નજરે તેવા શબ્દો ઉંચારતા અને પોતાની પોલ ખુલતી જોતા જ તરત કર્મચારી રસ્તા વચ્ચેથી ડ્રમ હટાવતો નજરે પડયો હોવાની ચર્ચા આ વાયરલ વિડિઓ થી ચાલી રહી છે.
હાલ સમગ્ર ઘટના ક્રમ અંગેનો આ વાયરલ વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છૅ,પરંતુ ભરૂચ ટોલ ટેક્સ ઉપર ચાલતી આ પ્રકારની પ્રવુતિઓ અવાર નવાર સામે આવી રહી છૅ, તેવામાં ગુજરાતના જાગૃત વહીવટી તંત્ર એ આ પ્રકારની કરતુતો કરતા પરપ્રાંતિયા ટોલ કર્મીઓ સામે કડક એક્શન લઈ તેઓની સચોટ કામગીરી ક્યા પ્રકારની છૅ, તે માટેની તાલીમ અપાવવી જોઈએ તેવી લૉક ચર્ચાઓએ સમગ્ર ઘટના ક્રમ બાદ થી જોર પકડ્યું છૅ,