ભરૂચ ના જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કર્યું વિરોધ પ્રદશન, ભાજપ ના નેતાઓ ની ફરમાવી પ્રવેશ બંધી
તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લગાવ્યા
જો આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને તેઓના પરિચિતમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે
હાય રે રૂપાલા હાય હાય ના નાદ અને બેનોરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બારકો રેલી સ્વરૂપે તવરા ગામના રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી જ્યાં તેઓને અન્ય સમાજે પણ સમર્થન કર્યું
ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટ આંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પીરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટ આગળમાં વિશાળ બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખુબજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય તેની માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા જ્યાં તેઓને અન્ય સમાજ ના લોકો એ પણ સમર્થન કર્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા આવનાર દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રથ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ જેવો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે ત્યારે આજરોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યો છે જે બેનરોમાં આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈપણ ભાજપનો કાર્યકર્તા એ પ્રવેશ નહીં કરવો જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાડવામાં આવ્યા છે