Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

Share

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું
———-
ભરૂચ- મંગળવાર- શ્રી એન આર ધાંધલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ, ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવ્યુ છે કે, ભરૂચ જિલ્લા શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા નીચે મુજબની સુચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
ભંગારનો ધંધો કરતાં ઈસમો જે જગ્યાએ ધંધો કરે છે, તે જગ્યા જો પોતાની માલીકીની હોય તો માલીકીપણાના દસ્તાવેજો અને જો ભાડાની જગ્યા હોય તો ભાડા કરાર કરીને રાખવાના રહેશે અને જમીનના માલીકનું ધંધા અંગેનું સંમતિપત્ર મેળવવાનું રહેશે તેમજ ગેરકાયદેસર જમીનમાં ભંગારનો ધંધો કરી શકાશે નહી. ભંગારનો ધંધો કરતાં ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ મૂળ વતની હોય ત્યાંથી પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ લાવીને રાખવું તેમજ જે જગ્યાએ હાલમાં રહેતાં હોય ત્યાનું પણ પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવી રાખવાનું રહેશે. અને ભંગારના ધંધામાં જેટલા માણસો કામે રાખેલ હોય, તેઓના મૂળ વતનના તેમજ જયાં રહેતા હોય ત્યાંના પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવી રાખવાનું રહેશે.
૪) ભંગારનો ધંધો કરતાં ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમો જે વિસ્તારમાં ભંગારનો ધંધો કરતાં હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આઈ.ડી.પ્રુફની નકલ આપવાની રહેશે.
૫) ભંગારનો ધંધો કરતાં ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળામેલ ઈસમોએ કોઈ ગુનાને લગતો અથવા શક પડતો મુદ્દામાલ તેઓના ધ્યાન ઉપર આવે ત્યારે તુરતજ પોલીસને તે બાબતની જાણ કરવાની રહેશે.
૬) ભંગારનો ધંધો કરતાં ઈસમો; ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ પોતે ભંગાર જેની પાસેથી ખરીદેલ છે તે વ્યકિતના આઈ.ડી.પ્રુફની વિગત તથા જથ્થાની વિગત વર્ણન સાથે તથા તેના સંપર્ક નંબરની માહીતી દર્શાવતું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

૭) જયારે કોઈપણ વાહન વેચવા આવે ત્યારે આવા વાહનની અસલ આર.સી.બુક વિના વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં તથા આવા વાહનો એન્જીન નંબર તથા ચેસીસ નંબર અને રજીસ્ટ્રેશન સાથેની માહીતીની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.

Advertisement

આ જાહેરનામાનો અમલ તા.૩૦/૦૩/૨૦૨૪ થી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ શ્રી એન આર ધાંધલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ દ્નારા મળેલા એક જાહેરનામાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં કેવડી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વ૨દ હસ્તે બિલ્ડીંગના કામોનું લોકાર્પણ / ખાતમુહર્તના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 ના મોત 20 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

મોડલ અભિનેત્રી એશ્રા પટેલે છોટાઉદેપુરનાં કાવિઠા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!