પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી. જેને પગલે રાજ્યભરના ક્ષત્રિયોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઠેકઠેકાણે આ વાણીવિલાસ મામલે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, ઉમેદવારની ભૂલ સમજાતા માફી માંગી દીધી હતી, પરંતુ રાજ્યના ક્ષત્રિયો આ ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થાય તેમ ઈચ્છે છે માટે આ સંદર્ભે ગુજરાત રાજપૂત સમાજ ભરૂચ દ્વારા આજે રૂપાલા સામે વિરોધ પ્રદશન કર્યું હતું,
ભરૂચ ના રજપૂત છાત્રાલય ખાતેથી ભેગા થઈ રજપૂત સમાજ ના આગેવાનો સહિત ના અગ્રણીઓએ ભેગા થઈ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા,સાથે જ રૂપાલા સામે ભારે સુત્રોચાર કર્યા હતા
આ બધા વચ્ચે કલેકટર કચેરી નજીક માં જ પુરસોત્તમ રૂપાલાના પૂતળા નું દહન કરવા જતા કરણી સેના અને પોલીસ વચ્ચે એક સામે ઘર્ષણ ની સ્થિતિ નું નિર્માણ પણ થયું હતું,જે બાદ પોલીસે પૂતળા દહન અટકાવી કાર્યકરો ને ખસેડી મુક્યા હતા,ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા મામલે જિલ્લા કલેકટર ને સમગ્ર ઘટના ક્રમ અંગેનું આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું,તેમજ તેઓની માંગણીઓ સ્વીકાર કરવા અંગેની માંગ કરી હતી