ભરૂચ માં ઝડપાયું સ્પા ની આડ માં દેહ વ્યાપાર ની પ્રવુતિ, બે ઈસમોને પકડી પાડતી એસ, ઑ જી,
-શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા
-નાની માછલી ઝડપાઈ, મોટા મગર મચ્છ ક્યારે..?
ભરૂચ જિલ્લા માં બિલાડી ની ટોપ ની જેલ ફૂલી ફાટેલા સ્પા સેન્ટરો માં દેહ વ્યાપાર ની પ્રવુતિઓ ધમ ધોકાર ચાલતી હોવાની ફરિયાદો અનેકો વાર સામે આવી ચુકી છે,વિદેશી અને સ્વદેશી મહિલાઓ ના સ્ટાફ ને રાખી સ્પા સેન્ટર પર આવતા ગ્રાહકો ને પોતાની ચૂંગાલ માં ઉતારી લઈ તેઓ સાથે શરીર સબંધ બનાવતી મહિલાનો ની કરતુતો જિલ્લા ના અનેક સ્પા સેન્ટર ના સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી હોવાનું કહેવાય રહ્યું છે,
ગ્રાહક ના વોટ્સઅપ નંબર ઉપર મહિલાઓના ફોટો સેન્ડ કરી તેઓ ને આકર્ષિત કરી સ્પા સુધી બોલાવી પોતાની નાપાક કરતુતો કરતા અનેક સ્પા સંચાલકો ભરૂચ,અંકલેશ્વર, દહેજ સહિત ના વિસ્તારમાં ફૂલી ફાટ્યા હોવાનું પણ કહેવાય છે, પરંતુ હવે મોડે મોડે દેર આયે દુરસ્ત આયે ની જેમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે આજ પ્રકારની પ્રવુતિ કરતા એક સ્પા સેન્ટર ના સંચાલકોની ઘરપકડ કરી છે,
ભરૂચ શહેર ના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ કોરલ નામના સ્પા સેન્ટર ઉપર દરોડા પાડી સેક્સ વર્કર તરીકે વિદેશી છોકરી ઓને બોલાવી સ્પા ની આડ માં ફૂટણખાનું ચલાવતા કરણ મુન્નાભાઈ રાજપૂત મૂળ રહે, રેશ્મા કોમ્પ્લેક્સ, પર્વત પાટિયા સુરત તેમજ વારીશ બકરીદી પઠાણ રહે, હડિયા, ઉત્તર પ્રદેશ નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ 36 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે,
અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા માં અનેક સ્થળે આ જ પ્રકારે સ્પા સેન્ટરો માં દેહ વ્યાપાર ના ધંધા ચાલતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં નાની માછલી ને તો પોલીસે ઝડપી પાડી ત્યારે શું ભરૂચ, અંકલેશ્વર, દેહજ જેવા વિસ્તારમાં બિન્દાસ અને કાયદાના ખૌફ વિના આ પ્રકારની સ્પા ની આડ માં દેહ વ્યાપાર ધમ ધમાવતા તત્વો સામે પણ શું પોલીસ લાલ આંખ કરશે કે..કેમ તે બાબત પણ સમગ્ર ઘટના ક્રમ બાદ થી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,
કહેવાય છે કે ડમી ગ્રાહકો મોકલી પોલીસ ધારે તો જિલ્લા માં ચાલતા અને દેહ વ્યાપાર ધમધમાવતા સ્પા ઑ ઝડપાઈ શકે છે, ભૂતકાળ માં પણ અંકલેશ્વર માં આજ પ્રકારની પ્રવુતિ પોલીસે ઝડપી પાડી હતી, પરંતુ બાદ માં સ્થિતિ જેસે થે તેવી થઈ હોવાનું કહેવાય છે, ત્યારે આવા તત્વો ને શું કોઇ ક પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, ભરૂચ માં બાહર થી આવી યુવા ધન ને આવી પ્રવુતિ તરફ આકર્ષિત કરવાનું રેકેટ આખરે ક્યાં માથા ઑ ધમધમાવી રહ્યા છે, તે તમામ બાબત જે તે સ્પા સેન્ટરો ઉપર દરોડા પાડ્યા બાદ જ પરદા ઉઠી શકે છે, તેમ પણ જિલ્લા ના જાગૃત નાગરિકો માં ચર્ચાઈ રહી છે,