Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

Share

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા ૫ માં થી ૩ વિદ્યાર્થીઓ ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યા છે. જ્યારે બે વિધાર્થીઓ ને બચાવી લેવાયા છે.

Advertisement

વડતાલમાં સોમવારે ધુળેટી મનાવવા આવેલા બપોરે ૧૨ વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું. જે વડતાલના ગોમતી તળાવમાં ૧૨ માં થી ૫ વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં ન્હાવા પડેલા ૫ વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા કરતાં સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ ૨ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે ૩ વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા. ત્યારબાદ તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.  આ સમગ્ર ઘટનાની જાણ વડતાલ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.
વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. ગ્રુપના ૧૨ લોકો ધૂળેટી રમ્યા બાદ તળાવમાં  ન્હાવા આવ્યાં હતાં તે સમયે પગ લપસતાં ઘટના બની છે.
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઉમલ્લા ખાતે પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : બોરિદ્રા ગામે 75 જ્યોતની આરતી અને તિરંગા યાત્રા સાથે ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!