વાંકલ ની શ્રી.એન. ડી. દેસાઈ. સાર્વજનિક હાઇસ્કૂલ માં અંતિમ સમાજશાસ્ત્ર પેપર આવી રહેલી વિદ્યાર્થિની રસ્તામાં ચક્કર આવી જતાં હોસ્પિટલ માં લઇ જવાય. ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થી ને ચક્કર અને વોમિટીંગ થઈ.
વાંકલ: જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી સુરત,બારડોલી ઝોન 34 તેમજ PHC ટીમ વાંકલ અને શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલ ની માનવીય મહેક્તાની સાચી સુંગધ.
આજરોજ તા.26.3.2024 નાં
અંતિમ ધોરણ 12 નાં સમાજ શાસ્ત્ર નાં પ્રશ્નપત્ર આપવા આવતા દીકરી વસાવા અંજલિ બેન વસંતભાઈ જે શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ વાંકલ નાં બ્લોક નં 9 થી પરીક્ષા આપી રહી છે આજે બપોરે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવતી વખતે રસ્તા માંજ ચક્કર અને ખૂબ જ અશકિત લાગતા રસ્તા વચ્ચે ફસડાઈ પડતા તરત જ ત્યાં ઉભેલા રાહદારીઓએ લાઇફ લાઇન હોસ્પિટલ માં ફોન કરી એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી 2.55 એ દીકરીને પરીક્ષા સેન્ટર પર લઈ આવ્યા લગભગ 30 મિનિટ સુધી PHC વાંકલ ની ટીમે સતત પ્રાથમિક સારવાર આપી દીકરીને સતત મોટીવેટ કરી.આ દરમ્યાન સ્થળ સંચાલક પારસભાઇ મોદી એ તરત જ બારડોલી ઝોન 34 નાં ઝોનલ અધિકારી પ્રીતેશભાઇ મિસ્ત્રીને વાત કરી ખૂબ જ સરાહનીય માર્ગદર્શન આપ્યું અને PHC ની ટીમ ને મોટીવેટ કરો તેઓ એ તરત જ જિલ્લાશિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર ને વાત કરી, જિલ્લા શિક્ષણાધિકરી ડો. ભગીરથસિંહ પરમાર તરત જ સેન્ટર પર ફોન કરી સ્થળ સંચાલક પારસભાઈ મોદી સાથે વાત કર્યા બાદ દીકરી સાથે વાત કરી આજે છેલ્લું જ પેપર છે હિંમત કરીને પ્રશ્નપત્ર આપો.,અમે તારી સાથેજ છે સરસ મોટીવેશન કરી દીકરી 30 મિનિટ પછી પોતે પરીક્ષા આપવા બ્લોક માં ગઇ અને શાંત ચિતે પરીક્ષા આપી.
આ ઉપરાંત બ્લોક નં 14 માં પરીક્ષા આપી રહેલો દીકરો બરાબર 3.10 વાગ્યે વસાવા સાહિલભાઈ વિજયભાઈ વસાવા ને અચાનક ચક્કર અને વામિટિંગ થતાં આ વિદ્યાર્થીને પણ PHC ની ટીમે 20મિનિટ સારવાર આપી પરીક્ષા માટે સ્વસ્થ કરી પરીક્ષા અપાવી
આમ, જિલ્લાશિક્ષણાધિકારી ભગીરથસિંહજી પરમાર,બારડોલી ઝોન 34 નાં ઝોનલ અધિકારી પ્રિતેશ ભાઈ મિસ્ત્રી અને તેમની સમગ્ર ટીમ તથા PHC વાંકલ ની સમગ્ર ટીમ તેમજ શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ વાંકલ ની સમગ્ર ટીમે સંપૂર્ણ પરીક્ષા દરમ્યાન એક સચોટ માનવતાની મહેક નું ઉદાહરણ પૂરું પાડ્યું.