Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાનોલી ની RSPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

Share

પાનોલી ની RSPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ આરએસપીએલ કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી જીઆઇડીસી માં આવેલ રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.પાંચથી સાત કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા હતા.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સૌપ્રથમ પાનોલી ડીપીએમસી ત્યારબાદ અંકલેશ્વર ફાયર ના લશ્કરો એ પણ સ્થળ પર દોડી જઈ જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ જાગેશ્વર ગામ ના આઢેર ની રિલાયન્સ કંપની ના ગેટ પર પરીવાર સાથે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી…….

ProudOfGujarat

જ્યોતિ સક્સેના – મારા માટે સુંદરતા માત્ર એક સુંદર ચહેરો અને સંપૂર્ણ શરીર કરતાં વધારે છે.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંર્તગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!