ભરૂચમાંથી વિદેશમાં સ્થાહી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા..
મુસ્લિમ બિરાદારોના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાં જ વિદેશમાં રહેલા ગુજરાતીએ ભરૂચમાં રમજાન ઈફ્તાર કીટ પહોંચાડી માનવતા મહેકાવી..
ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર ઐયુબ વલી કાળાના પૂત્ર મોહસીન વલી કાળાની અનોખી માનવતા..
ભરૂચ
ભરૂચ જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાં જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચ માંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકોને રમઝાન ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ગવાયેલા ઈજા ગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં 108 તરીકે સેવા આપી ચૂકનાર ઐયુબ વલી કાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી દર પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાત મંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમજાન ઇફ્તાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર ઐયુબ વલી કાળાના પુત્ર મોહસીન વલી કાળાએ પણ પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાત મંદ લોકોને રમજાન ઇફ્તાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમજાન માસની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે.