નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
15 લાખથી વધુ કિંમત નો દુકાનમાં રહેલા સામાન બરી ને ખાખ થઈ ગયો
ભરૂચ નગરપાલિકાના બે ફાયર બંબા દ્વારા આગને કાબુમાં લેવાય
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના દુકાનમાં આજે વહેલી સવારે 3:00 વાગ્યાના અરસામાં દુકાનમાં સોટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બરીને ખાખ થઈ ગઈ હતી દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બરી ને ખાખ થઈ ગયા હતા આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી જોકે જેવો મકાનના બીજા માર સેકન્ડ ફ્લોર ઉપર સુતા હતા જેને લઇ તેઓને પણ આગની જાન ન થઈ હતી આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે જે જોઈ તેવો તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહમદ બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકા ના બે ફાયર બંબા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાન હની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુ કિંમતનો માલ સામાન બરી ને ખાખ થઈ ગયો હતો ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના તોરે તોરા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.