ભરૂચ ના વોર્ડ નંબર 10 માં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા, ભર ઉનાળા માં જળ માટે તરસતી પ્રજા
ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર 10 વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થી પાણી ની ચાતક નજરે રાહ લોકો જોઈ રહ્યા છે, નદી કાંઠા ને અડી ને આવેલા વિસ્તારમાં જ ભર ઉનાળા ના સમય ના જળ માટે ઝઝૂમવા લોકો મજબુર બન્યા છે,
નગર પાલિકા વિસ્તારમાં નળ તો છે પરંતુ નળ માં જળ આવતું ન હોવાની અનેકો ફરિયાદો સામે આવતી હોય છે, તેવામાં શહેર ના વોર્ડ નંબર 10 માં ફુરજા સહિત આસપાસ ના વિસ્તારમાં નળ માં પાણી આવે તેવી ચાતક નજરે રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે,
સ્થાનિકો નું કહેવું છે કે નગર પાલિકા માં મામલે અનેકો વાર રજુઆતો કરી છે તેમ છતાં આજદિન સુધી પાણી તેઓ સુધી પૂરતા પ્રમાણ પહોંચી નથી રહ્યું, આવે તો પણ પ્રેસર ન હોવાના કારણે પાણી પૂરું તેઓ હાસિલ કરી શકતા નથી, હાલ ઉનાળો ચાલી રહ્યો છે સાથે સાથે પવિત્ર રમજાન માસ પણ છે, છતાં પાલિકા નું તંત્ર આ વિસ્તારમાં જળ પૂરું પાડવામાં ઢીલાસ દાખવતુ હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે,