અંકલેશ્વર માં બોર્ડ ની પરીક્ષા આપવા ગયેલ મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા ખેંચી લેવાતા વિવાદ
-અંકલેશ્વર બોર્ડ પરીક્ષામાં બુરખો પર પાબંદી
હાલ ધોરણ -10 અને 12 બોર્ડ ની પરીક્ષા ભરૂચ જિલ્લા માં શાંતિ પૂર્ણ માહોલ માં ચાલી રહી છે,વિધાર્થી ઓ હર્ષો ઉલ્લાસ સાથે પરીક્ષા આપી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર ની લાયન્સ સ્કૂલ વિવાદો માં આવી છે, જ્યાં પ્રિન્સિપાલ દ્વારા પરીક્ષા આપવા આવેલ એક મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની ખેંચી લેતા મામલે ચકચાર મચ્યો છે,
અંકલેશ્વર ના પીરામણ ખાતે ની રોશન સોસાયટી માં રહેતી નાવેદ અંજુમ મલિક ગત રોજ ગણિત નું પેપર આપવા માટે લાયન્સ સ્કૂલ ખાતેના તેના બેઠક નંબર ઉપર પહોંચી હતી, દરમ્યાન સ્કૂલ પ્રવેશ દ્વાર પાસે ચેકીંગ દરમ્યાન પ્રિન્સિપાલ દ્વારા વિધાર્થી ની નો બુરખો તથા ઓઢની ખેંચી લીધી હતી,વિદ્યાર્થી ની નું ચેકીંગ થયા બાદ પણ બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા તેને પરત ન આપવામાં આવતા વિદ્યાર્થી ની રડવા લાગી હતી અને માનસિક રીતે નરવર્સ થઈ હતી,
ઘટનાના પગલે વિદ્યાર્થી ની નું પેપર પણ ખરાબ ગયું હતું અને બાદ માં વિદ્યાર્થીની એ મામલા અંગેની જાણ તેના પરિવાર જનોને કરતા પરિવાર ના સભ્યો આ અંગેની નોંધ લઈ લેખિત માં ફરિયાદ લઈ લાયન્સ સ્કૂલ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને રજુઆત કરી હતી,
તેઓનું જણાવવું છે કે તેઓ ચુસ્તપણે મુસ્લિમ ધર્મ નો પાલન કરે છે, જેથી બુરખો પહેરી તેઓની દીકરી સ્કૂલે પરીક્ષા આપવા ગઈ હતી જ્યાં તમામ પ્રકાર નું ચેકીંગ થઈ ગયા બાદ પણ પ્રિન્સિપાલ દ્વારા એક ધર્મ ને ટાર્ગેટ કરી આવી હરકત કરી છે,જેથી દીકરી નું આખું વર્ષ બગડી શકે તેમ છે, જેથી પ્રિન્સિપાલ સામે કાયદેસર ની કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી