Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની આગેવાની માં ત્રીજો મોરચોઃ ચૂંટણી ના જંગ માં સક્રિય થવાના એધાંણ..?

Share

ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધન 02…?

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની આગેવાની માં ત્રીજો મોરચોઃ ચૂંટણી ના જંગ માં સક્રિય થવાના એધાંણ..?

Advertisement

-કોંગ્રેસ ના નારાજ આગેવાનો સહિત ઓવૈસી ની પાર્ટી પણ સામેલ થાય તેવી ચર્ચા

દેશમાં લોકસભા ચૂંટણી ચાલુ વર્ષે યોજાવવા જઈ રહી છે, એક બાદ એક વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ના નામ જે તે બેઠકો ને લઈ ને જાહેર કરવા લાગ્યા છે, તેવામાં ચૂંટણીઓ પહેલા થી જ સક્રિય રહેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય ખીચડી ની કુકર ફાટી જાયઃ તેવી સ્થિતિ નું સર્જન થયું છે,

ભરૂચ લોકસભા બેઠક ના જંગ માં જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફ થી સતત છ ટર્મ સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા ફરી મેદાન માં છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું ઇન્ડિયા ગંઠ બંધન થતા આ બેઠક આપ ના ફાળે હતા બેઠક પર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે,

ભરૂચ બેઠક પર રાજકીય જંગ આટલે થી જ ન અટકતા અહીંયા હવે ઇન્ડિયા ગંઠ બંધન નું આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યું છે, કોંગ્રેસ નું ચિન્હ ન મળતા અને બેઠક આપ ને ફાળે આપી દેવાતા જાણે કે કોંગ્રેસ ના દિગ્ગજ આગેવાનો પાર્ટી સામે જ બળવો કરવાના મૂડ માં જોવા મળી રહ્યા છે,

ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ, તેમજ ભરૂચ ના અનેક કોંગ્રેસી આગેવાનો પક્ષ ની નીતિઓ થી નારાજ ચાલી રહ્યા છે,સાથે જ સ્વ, અહેમદ પટેલ ના પરિવાર ના પુત્ર અને પુત્રી પણ છુપી નારાજગી સાથે પોતાની રાજકીય રમત રમી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે,

આ બધા વચ્ચે જ્યાં ભારતીય જનતા પાર્ટી બેઠક પોતાની તરફેણ માં જ જાણવી રાખવાની રણનીતિ સાથે અને આ ચૂંટણીમાં પાંચ લાખ ની લીડ થી જીતવા માટે તોડ જોડ ના રાજકારણ માં ઉતરી આવી છે, અને તાજેતર માંજ બીટીપી ના મહેશ વસાવા સહિત કોંગ્રેસ માં આગેવાનોને પાર્ટી નો ખેસ પહેરાવી તેઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા,

બીટીપી માં પુત્ર મહેશ વસાવા બળવો કરી ભાજપ નો દામન થામ તા જ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા પુત્ર મહેશ વસાવા થી નારાજ ચાલી રહ્યા છે અને પુત્ર તેમજ ભાજપ ને કોઢ ઉંદર સાથે સરખાવી પ્રહારો કર્યા હતા તેમજ આગામી ચૂંટણીઓમાં નવા સંગઠનની જાહેરાત કરી તેઓ ચૂંટણી જંગ માં ઉતરશે તેવી જાહેરાત કરી હતી,

ત્રીજી તરફ આપ ના ફાળે બેઠક જતા અને કોંગ્રેસ નું ચિન્હ બેઠક પર ન મળતા અને પાર્ટી માં અવગણના થતી જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહા મંત્રી સંદીપ માંગરોલા તેમજ વાગરા વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પણ પક્ષ થી નારાજ થયા છે અને સોશિયલ મીડિયા મારફતે પોતાનો બળાપો કાઢતા નજરે પડી રહ્યા છે સાથે જ પાર્ટીની નીતિઓને વખોડી કાઢી અપક્ષ ચૂંટણી લડવા સુધીની વાત ઉચ્ચારતા નજરે પડી રહ્યા છે,

ઇન્ડિયા ગંઠ બંધન નો વિખવાદ અને છોટુ વસાવા ની ત્રીજા મોરચા માટે ની સતર્કતાએ બેઠક પર નવા રાજકીય સમી કરણો તરફ ઈશારો કર્યો છે, આદિવાસી અને લઘુમતી મતો નું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર ત્રી-પાંખીયો જંગ ઉભો કરવા ની રણનીતિ ના સંકેત છોટુ વસાવા તરફ થી મળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

કહેવાય છે કે બેઠક ના જંગ માં ઉભો થવા જઈ રહેલા આ ત્રીજા મોરચા માં છોટુ વસાવા નું નવું સંગઠન કામે લાગશે તેમજ ઇન્ડિયા ગંઠબધંન ના નારાજ નેતાઓ પણ આ મોરચા માં સામેલ થવાની ચર્ચાઓ છે, સાથે જ ઓવૈસી ની પાર્ટી એમ આઈ એમ તેમજ અન્ય પાર્ટી અને અપક્ષ પણ આ ત્રીજા મોરચા માં સક્રિય ભૂમિકા ભજવી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે,

બોક્સ-ઇન્ડિયા ગઠબંધન ના નારાજ કોંગ્રેસી સંદીપ માંગરોલા એ છોટુ વસાવા ની તારીફ કરી હોવાનું વાયરલ વીડિયો સામે આવ્યો છે ત્યાર બાદ થી આ સંકેતો ઉભા થયા છે સાથે જ મુમતાઝ પટેલ ની છોટુ ભાઇ સાથે થોડા સમય પહેલા થયેલ મુલાકાત અને હવે વાગરા ના સુલેમાન પટેલ ની નારાજગી અને લૉક હિત માટે અપક્ષ લડવા સુધીની ચીમકી એ ત્રીજા મોરચાના ઉભા થવાના સંકેતો આપ્યા હોવાનું કહેવાય રહ્યું છે,

બોક્સ-ત્રીજો મોરચોઃશું ઓવૈશી ની પાર્ટી પતંગ ના ચિન્હ ઉપર ચૂંટણી જંગ માં ઉતરશે કે પછી નવા ચિન્હ સાથે સક્રિય થશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, કારણ કે બેઠક પર આદિવાસી અને લઘુમતી મતો જો હાસિલ કરવા હોય તો ભાજપ,આપ ને ટક્કર આપવા કોઇ ચર્ચિત ચિન્હ જ જરૂરી બને તેમ છે તેવામાં હવે પતંગ ના સહારે આ નેતાઓ મોરચોઃસક્રિય થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકો માં ગુંજી રહી છે,

બોક્સ-જો આ પ્રકાર ની રાજકીય ખીચડી રંધાઈ હોવાની બાબત ને સમર્થન મળે તો ભરૂચ લૉક સભાં બેઠક નો રાજકીય જંગ ખરાખરી ભર્યો અને કાંટે કી ટક્કર સમાન બને તેવા સ્પષ્ટ એધાંણ વર્તાઇ રહ્યા છે,જોકે હાલ આ સમગ્ર બાબતો રાજકીય માહોલ વચ્ચે માત્ર ચર્ચા ની ચગડોળે છે,જે બાબત ને હાલ માં કોઇ પણ નેતાએ સમર્થન આપ્યું નથી,માત્ર સંકેતો જ આપ્યા છે,


Share

Related posts

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

ProudOfGujarat

નેત્રંગમાં રૂ.૭૦ લાખના ખર્ચ નવીનીકરણ થનાર રસ્તાનું સાંસદે ખાતમુહુર્ત કર્યું

ProudOfGujarat

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!