ભરૂચ જિલ્લા ના કુરચણ ગામ ખાતે આદિવાસી સમાજ ના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેકટર ને અપાયું આવેદન પત્ર
ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજ ના લોકો આજે હાથમા પ્લે કાર્ડ લઈ સુત્રોચાર સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા,
આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે તેઓના ગામ માં ગ્રામ પંચાયત તરફ થી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી વિસ્તાર માં રોડ, રસ્તા ગટર જેવા પ્રથામિક સુવિધાઓ મુદ્દે પણ અવાર નવાર રજુઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી,
વધુ માં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઇ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તાર માં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષ થી તોડી પડાઈ છે તેને પણ ગ્રાન્ટ મંજુર છે છતાં બનાવવામાં આવી રહી નથી, સરકાર ની યોજનાઓ નો લાભ આપવામાં આવતા નથી, સાથે જ ગ્રામ પંચાયત માં આદિવાસી સમાજ ના લોકો કોઇ પણ જાત નું કામ લઈ ને જાયઃ તો તેઓને ધરમ ના ધક્કા ખવડાવવા માં આવે છે તેમજ બીજા સમાજ ના લોકો ના કામો તાત્કાલિક થઈ જતા હોય છે, તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજ ના લોકોએ આવેદન પત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયત ના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી