*ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, શ્રી નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને શાસન અંગે ની વિસ્તૃત છણાવટ કરતું, ડો.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” નું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ભાઈ પટેલ ના હસ્તે તા. ૭ મી માર્ચ ૨૦૨૪ ના રોજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી બહુપેન્દ્રભાઈ એ ડૉ. સુનિલ ભટ્ટ ને યશસ્વી વડાપ્રધાન ઉપર થીસીસ લખી ને ડોક્ટરેટ ની માનદ ડિગ્રી પ્રાપ્ત કરવા તેમજ એજ થીસીસ પર આધારિત પુસ્તક લખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ અદભુત પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન અંગેનાં અનેક ઉદાહરણો, યોજનાઓ તેની સફળતા અને લાભો અંગે લેખન કરવામાં આવ્યું છે. ડૉ. સુનિલ ભટ્ટ ભરૂચ જિલ્લાના વતની છે, અને એક પ્રતિષ્ઠિત કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ- રિજનલ એચ.આર છે, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનાં પ્રમુખ છે, તેમજ બી.ડી.એમ.એ-એચઆર ફોરમનાં અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે.