અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી….
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી તા.૭ ના રોજ કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.નાઝનીન શેખ,અતિથી વિશેષ તરીકે ચાટઁડ એકાઉન્ટન્ટ ફાતીમાં શેખ અને ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા ની ઉપસ્થીતી માં મહિલા દિવસ નો કાયઁકમ યોજવામાં આવ્યો હતો. ડો.નાઝનીન શેખે પોતાના વકતવ્ય માં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ વી ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે.ચાટઁડ એકાઉન્ટન્ટ ફાતેમા શેખે જણાવ્યું કે મહિલાઓ હવે કોઈ ક્ષેત્રમાં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કુલ ના પ્રમુખ નાઝુ ફડવાલાા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે.માં બની ને હોય,દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
આજના આ મહિલા દિવસ ની ઉજવણી માં શીક્ષકો દ્વારા મહિલા દિવસ ની થીમ પર સાંસ્કૃતીક કાયઁકમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સ્કુલ દ્વારા મિહલા દિવસ ના ભાગરુપે શિક્ષકોનું અને એકટીવ વિઘ્યાથીઁઓની માતાઓનું સનમ્માન પણ કરવામાં આવ્યું હતું,પ્રિનસીપાલ ધ્રુતા રાવલ અને પ્રિ પ્રાયમરી ના પ્રિનસીપાલ શ્રદ્ધાં પટેલ ના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું.કાયઁકમ માં સ્વાગત પ્રવચન નિમિષા પટેલ દ્વારા અને આભારવીધી દુગાઁ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી….
Advertisement