ભરૂચ લોકસભા બેઠક પર આપ ના ઉમેદવાર ચૈતર વસાવા ના સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર
-મનસુખ દાદા ને હવે આરામ ની જરૂર છે, તેમની તબિયત પણ નાદુરસ્ત રહે છે અને ઉંમર પણ હવે થઈ ચુકી છે, દાદા ને હવે રિટાયર્ડ કરવાના છે…
ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ દિવસે ને દિવસે તેની ચરમસીમા એ પહોંચતો જતો હોય તેમ લાગી રહ્યું છે, રાજકીય પક્ષ ના દિગ્ગજ નેતાઓ આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉપર ઉતર્યા હોવાનું સતત સામે આવી રહ્યું છે, તેવામાં સ્વાભિમાન યાત્રા થકી આમોદ ખાતે પહોંચેલા આપ ના ઉમેદવાર ચૈતર વસાવા એ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા ઉપર નિવેદન રૂપી ચુટકી લીધી હતી,
ચૈતર વસાવા એ મનસુખ દાદા ને હવે આરામ ની જરૂર છે, તેઓની ઉંમર થઈ ચુકી છે, હવે રિટાયર્ડ થઈ જવુ જોઈએ તેમ જણાવી વધુ માં ભૂતકાળ માં તેઓએ આપેલા રાજીનામાં અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સતત તેઓના નિવેદન થકી તેઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા,
આમ ભલે હજુ લોકસભા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ નથી, પરંતુ ભરૂચ જિલ્લા માં લોકસભા બેઠક ઉપર અત્યાર થી જ રાજકીય દાવ પેચ થકી રાજકીય નેતાઓ પ્રજા વચ્ચે પોતાના પક્ષ ને મજબૂત કરવા માં લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે, તેવામાં હવે જોવું રહ્યું કે ભરૂચ બેઠક પર જામેલા રાજકીય યુદ્ધ માં આખરે પ્રજા ના આશીર્વાદ ક્યા ઉમેદવાર ને દિલ્હી ના દ્વાર સુધી પહોંચાડે છે…
તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા એ ચૈતર વસાવા ના આક્ષેપો સામે વળતો પ્રહાર કરી જણાવ્યું હતું કે વિરોધી પક્ષો પાસે પ્રજા વચ્ચે જવા માટે કોઇ મુદ્દો નથી માટે તેઓ આ પ્રકાર ના આક્ષેપો કરી રહ્યા છે, મારી તબિયત ને કંઈ થયું નથી, સવારે વહેલો નીકળું છું.કાર્યક્રમો માં ભાગ લેતો લેતો રાત્રી ના ઘરે પહોંચું છું,તેમ જણાવી ચૈતર ના આક્ષેપો ને એક ગટકડું ગણાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ બેઠક પાંચ લાખ મતોની લીડ થી જીતવા ના વિજન સાથે અમે બધા કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું