Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

– ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી

Share

અબ કી બાર 400 કે પાર, ત્રીજી વખત મોદીજીને પ્રધાનસેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ : ડે. CM રાજેન્દ્ર શુક્લ
– ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી
– જિલ્લાના પ્રબુદ્ધ અગ્રગણ્ય નાગરિકો સાથે પણ કર્યો સંવાદ

ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલની અધ્યક્ષતામાં ભાજપ મધ્યથ કાર્યાલય ખાતે ચૂંટણી બેઠકોનો દોર ધમધમ્યો હતો.

Advertisement

દેશની જનતા અને ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાનસેવક બનાવવા ઉત્સુક છે. અબ કી બાર 400 ને પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે શનિવારે ચૂંટણીલક્ષી બેઠકો પૂર્વે તેઓએ રાતે શહેર અને જિલ્લાના પ્રબુદ્ધ અગ્રગણ્ય નાગરિકો સાથે અભેસિંહ રાઠોડના નિવાસ સ્થાને મુલાકાત કરી ચૂંટણી લક્ષી ચર્ચા પરામર્શ કરી હતી.

આજે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે MP ના ડે. સી.એમ. સાથે લોકસભા કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભરૂચ લોકસભા બેઠક માટે તમામ પેજ પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ લોકસભા કોર કમિટીના પ્રમુખો, સદસ્યો સાથે ગહન પરામર્શ કરવામાં આવી હતી.

જે બાદ લોકસભા ચૂંટણી સંકલન સમિતિની બેઠકમાં પણ જરૂરી માહિતી મેળવવા સાથે ચર્ચા, પરામર્શ કરી માર્ગદર્શન અપાયું હતું. ભાજપના તમામ કાર્યકરોને પણ 10 વર્ષના નરેન્દ્ર મોદીના ચોતરફ વિકાસના શાસનકાળમાં ત્રીજી વખત મોદી સરકાર લાવી, દેશને વિશ્વગુરૂ બનવા તરફની આગેકૂચ જનતા સમક્ષ લઈ જવા માર્ગદર્શન અપાયું હતું.

બેઠકોના ધમધમાટમાં સંગઠન પ્રભારી અશોક પટેલ, લોકસભા સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના રમેશ મિસ્ત્રી, જંબુસરના ડી.કે.સ્વામી, ઝઘડિયાના રીતેશ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા, યુવા પ્રમુખ સહિત સંગઠનના હોદેદારો અને અપેક્ષિતો જોડાયા હતા


Share

Related posts

દહેજ વેલ્સપન કંપનીમાં કામદારો વિરોધ પ્રદર્શન નો મામલો : બે કામદારોનો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતી વેળા સર્જાયો ગંભીર અકસ્માત એકનું મોત : બે ગંભીર ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે 1551 ફૂટ લાંબા તિરંગા સાથે ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ

ProudOfGujarat

સુરત ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું, જે લોકો વંદે માતરમ ન બોલી શકે તેવા લોકોએ દેશ છોડી દેવો જોઈએ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!