Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાનુ આયોજન

Share

1

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાનુ આયોજન

Advertisement

નડિયાદ ખેડા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા  રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) ની સ્પર્ધા તારીખ ૨૭ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૪ દરમ્યાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓની ટીમોના ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં ૬૦ વર્ષથી ઉપર ૨૫૦ થી વધુ સીનીયર સીટીજન ખેલાડી ભાઈઓ, બહેનોએ જુસ્સા ભેર ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાના ઉદ્ધાટન પ્રસંગે અક્ષયભાઈ મકવાણા – જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ, ડો. મનસુખભાઈ તાવેથીયા, લક્ષ્મણસિંહ ચૌહાણ – જિલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ, જી. સી. શાહ – સિનિયર એથ્લેટિક્સ સ્ટાટર તથા ગુજરાત રાજય એથ્લેટિક્સ એસોસિએશના પ્રતિનિધિ ચિરાગ પટેલ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ખેડા જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી કલ્પેશ રાવલ, અક્ષયભાઈ મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ અને શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ – જિલ્લા રમતગમત અધિકારી દ્વારા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સવિપ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષાણાધિકારી કલ્પેશ રાવલના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત તમામ રમતવીરો તથા સ્ટાફગણ દ્વારા મતદાન જાગૃતિ અંગે સપથગ્રણન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

ભરૂચ : ધોબીવાડ ફાટાતળાવ વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા,૧૧ જુગારી ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓગણીસા ગામની સમસ્યા અંગે રજુઆત કરી.

ProudOfGujarat

કરજણ તાલુકામાં વલણ હોસ્પિટલ ખાતે વલણ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી નિ:શુલ્ક સારવાર કરાઇ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!