Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળના વેરાવી ગામે ત્રિપલ અકસ્માત સર્જાયો. ત્રણ બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો.

Share

માંગરોળના વેરાવી ગામે ત્રિપલ અકસ્માત સર્જાયો.
ત્રણ બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો.
બાઈકચાલક યુવાનોએ બાઇકસવાર મહિલાને અડફેટે લીધી.
અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે મોત.
અકસ્માત સર્જનાર યુવકોએ અન્ય બાઈકને પણ અડફેટે લીધી.
વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ ના વેરાવી પાટીયા પાસે ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. kTMબાઈક ચાલક વાંકલ બજારથી કોલેજ તરફ જઈ રહ્યો હતો.બાઈક ચાલકો 100થી વધુ સ્પીડ થી બાઈક ચલાવી રહ્યા હતા. કે ટી એમ ચાલકે સામે રોંગ સાઈડ પર જઈ ને
એક્ટિવા સાથે ધડાકાભેર અથડાવી દેતા ટીના બેન ખાટ ઉવ 45 નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ટીના બેન વાંકલના વેરાવિ ફળિયામાં રહે છે. તેઓ કામ અર્થે વાંકલ આવી રહ્યા હતા.ત્યારે ઘટના ઘટી હતી.જ્યારે જેનીશ ચૌધરીને સુરત હોસ્પિટલ ખાતે 108 ની મદદ થી લઇ જવામાં આવ્યા છે.જ્યારે તેઓની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.વિવેક અને ધવલ ને મોસાલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ ત્રણે જણાં માંડવી તાલુકાના કોલકુઈ ગામના વતની છે. કંટવાવ ના સુરેન્દ્ર ભાઈ ચૌધરીને પણ અડફટે લીધા હતા. ટીના બેનને પી.એમ.માટે રેફરલ હોસ્પિટલ મોસાલી ખાતે લઈ જવામાં આવ્યા છે.માંગરોળ પોલીસ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો દર્શન નહીં કરી શકે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામનો વ્યક્તિ દુબઈથી આવતા તેને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ બાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!