Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નડિયાદ-કઠલાલ રોડ પર  કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોતા એકનું મોત

Share

2

નડિયાદ-કઠલાલ રોડ પર  કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોતા એકનું મોત

Advertisement

નડિયાદના બિલોદરા જેલ ના પોલીસ કર્મી કાર લઇ ઘરે જતા હતા તે સમયે કઠલાલ તરફથી આવતા ટેમ્પા ચાલક ઓવરટેક કરવા જતા પોલીસ કારને ટક્કર મારી હતી  આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા  પોલીસ કર્મીનું મોત નિપજયુ હતુ.

નડિયાદની જેલમાં સિપાઇમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ કપડવંજના દહીઅપ ભૂલી ફળીયામાં રહેતા મોહમદ સાહીદ ખોખર  મંગળવાર બપોરે પોલીસ કર્મી નોકરી પૂર્ણ કરી કાર લઈને ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન કઠલાલ ભાનેર સીમ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કઠલાલ તરફથી આવતા એક ટેમ્પા ચાલક મહુધા તરફથી આવતી પોલીસ કર્મીની કારને ઓવરટેક કરવા જતા ટક્કર  મારી હતી. જેના કારણે પોલીસ કર્મી ને માથામાંના ભાગે ગંભીર ઇજા પહોંચતા  ઘવાયેલા પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કઠલાલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પોલીસ કર્મી મોહમદ સાહિલ ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા હસનભાઈ અહેમદભાઇ ખોખરે કઠલાલ પોલીસ મથકે ટેમ્પા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, આ કારણે વધુ પૈસા આપવા પડશે.

ProudOfGujarat

રાજપીપળા ખાતે મંત્રીશ્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!