Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ડાકોર સર્કિટ હાઉસ ખાતે ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Share

1

ડાકોર સર્કિટ હાઉસ ખાતે ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Advertisement

ડાકોરના યાત્રાધામ શ્રી રણછોડરાયના મંદિર ખાતે તા.૨૫ માર્ચ ૨૦૨૪ના રોજ ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ડાકોર સર્કિટ હાઉસ ખાતે
યોજાયેલ સમિક્ષા બેઠકમાં કલેકટર દ્વારા ફાગણી પૂનમના મેળાના આયોજનની પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને આવતા ભક્તો તથા મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તે માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આયોજનની કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. પદયાત્રા માટે નિશ્ચિત કરાયેલા માર્ગો, વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ, પદયાત્રીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, સારવાર તથા આરોગ્યલક્ષી સુવિધાઓ, પદયાત્રાના માર્ગમાં પડી ગયેલા વૃક્ષોનો નિકાલ, સ્વચ્છતા, વગેરેના આયોજન અંગે સમીક્ષા કરી કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાનુ ધબકતું હ્રદય એટલે ડાકોર રણછોડરાયજીનું મંદિર.અને ત્યાં આવનાર પદયાત્રીઓ તથા દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચે તે માટે સેવાના ભાવથી સૌ અધિકારીઓએ પોતાની જવાબદારીનું વહન કરવું જોઈએ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી , ઠાસરા પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસ અધિકારી  કપડવંજ  સોલંકી,  નાયબ પોલીસ અધિકારી, નડિયાદ બાજપાઈ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

નર્મદા જિલ્લામાં બ્લ્યુ વ્હેલ ગેમ પર કલેકટરે પ્રતિબંધ લાદ્યો: હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ProudOfGujarat

વાગરા : વિછીયાદ ખાતે ડેરીમાં દૂધ ભરવા બાબતે તકરાર, ડેરીના સભ્ય સહિત ૪ વિરૂદ્ધ અરજી કરાઈ.

ProudOfGujarat

ભાજપનો ગઢ ગણાતી લિંબાડા, રણકપોર, ગ્રામ પંચાયત કોંગ્રેસે આંચકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!