ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી અને ભરૂચ જિલ્લા ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા પક્ષ થી થયા નારાજ, ટૂંક સમય માં પાર્ટી છોડે તેવી શક્યતા
લોકસભા ચૂંટણી ને ગણતરી નૉ સમય બાકી રહ્યો છે,સત્તાવાર રીતે હજુ ચૂંટણીઓની જાહેરાત થઈ નથીપરંતુ ભરૂચ લોકસભા બેઠક ઉપર અત્યાર થી જ ચૂંટણી નૉ જંગ જામી ચુક્યો છે, જ્યાં ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ તો જાણે કે સ્થાનિક કોંગ્રેસ નું આંતરિક રાજકારણ જ ચરમસીમા એ પહોંચ્યું છે,
હાઈ કમાન્ડ ના નિર્યણ ને લઈ એક તરફ મર્હુમ અહેમદ પટેલ નૉ પરિવાર નારાજ છે તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ ના કેટલાય અગ્રણી નેતાઓ પણ નારાજ ચાલી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે, આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ મહામંત્રી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અગ્રણી સંદીપ માંગરોલા કોંગ્રેસ નૉ હાથ છોડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે,
વર્ષો થી કોંગ્રેસ માં કાર્યરત અને અનેક હોદ્દાઓ ઉપર પાર્ટી માટે સેવા આપનાર તેમજ ભૂતકાળ માં વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવાર રહેનાર અગ્રણી નેતા સંદીપ માંગરોલા પક્ષ ના જ કેટલાક આંતરિક નિર્ણયો ને લઈ આજકાલ લાલધુમ બન્યા છે,તેમજ આગામી દિવસોમાં પક્ષ છોડે તેવી અટકળો પણ વહેતી થઈ છે,
સંદીપ માંગરોલા ની નારાજગી નું કારણ શું ઇન્ડિયા ગંઠબંધન છે,? કે પછી તાજેતર માંજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની થયેલ વરણી ની બાબત છે,? કે પછી પાર્ટી માં વર્તમાન સમય માં ચાલી રહેલા આંતરિક રાજકીય ધમાસાણ ની બાબત છે,? તે તમામ બાબતો તો તેઓ જ જણાવી શકે તેમ તેમ છે,પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંદીપ માંગરોલા કોંગ્રેસ નૉ હાથ છોડી રહ્યા હોવાની ચોક્કસ રણનીતિ બનાવી બેઠાં છે,તેમ કહેવાય રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ માં જામેલા આંતરિક ધમાસાણ નૉ અંત આખરે ઇન્ડિયા ગંઠબંધન ની નૈયા ને લોકસભા ચૂંટણી માં નદી પાર કરાવે છે કે પછી અર્ધ વચ્ચે જ ડુબાડે છે,? તેવી બાબતો આગામી દિવસોમાં જ ખબર પડે તેમ છે,પરંતુ વર્તમાનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સ્થિતિ એક સાંધે ને તેર તૂટે જેવી બની ચુકી હોય તેમ લાગી રહ્યું છે,