ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ની સત્તાવાર જાહેરાત
લોકસભા ની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ચરમસીમા એ પહોંચ્યો છે, ખાસ કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ગંઠબંધન ની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી, જે બાદ ગુજરાતમાં કોંગ્રેસ 24 સીટ અને આપ 2 સીટ ઉપર ચૂંટણી લડશે તેવી બાબત સૂત્રો થકી વહેતી થઇ હતી,
સૂત્રો દ્વારા વહેતી થયેલી વાત ને લઈ કોંગ્રેસ નું રાજકારણ ગરમાયું હતું, જ્યાં સ્વ, અહેમદ પટેલ ના પુત્રી મુમતાઝ પટેલ, પુત્ર ફૈઝલ પટેલ સહિત ના કોંગ્રેસ ના નેતાઓ ગંઠબંધન થકી ભરૂચ ની બેઠક કોંગ્રેસ ના ફાળે આવે તેવી માંગ કરી હતી, અને નહિ આવે તો આપ નૉ પ્રચાર નહિ કરીએ તેવી ચીમકીઓ હાઈ કમાન્ડ સમક્ષ ઉચ્ચારી હતી,
પરંતુ આ બધા વચ્ચે આજે સત્તા વાર રીતે દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી મામલે જાહેરાત કરી હતી, જેમાં ગુજરાત ની 24 બેઠક ઉપર કોંગ્રેસ અને 2 બેઠક ભરૂચ અને ભાવનગર માં ઇન્ડિયા ગંઠબંધન થકી આપ ના ઉમેદવાર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે,
ભરૂચ લૉકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન થકી ચૈતર વસાવા નું નામ નક્કી થઇ જતા તેઓના સમર્થકો અને સ્નેહીજનો એ તેઓને શુબકામનાઓનૉ દોર શરૂ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસ ખેમા માં આ જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ નું સર્જન થયું હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે જિલ્લા કોંગ્રેસ તેઓના ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ને સ્વીકારે છે કે પછી અન્ય જ કોઇ દાવ પેચ અપનાવે છે,