ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થયા..?
-પાર્ટી માં ચૂંટણી પ્રત્યે ઢીલાશ થી કોંગ્રેસ માં પડી શકે મોટું ગાબડું
ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી ના જંગ માં ઇન્ડિયા ગઠબંધન થકી ચૂંટણી લડવી કે એકલા હાથે પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડવી તે બાબતે હજુ તો મંથન ચાલી રહ્યું છે, તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ માં એક સાંધે અને તેર તૂટે જેવી નોબત નું સર્જન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,
ખાસ કરી પૂર્વ પટ્ટી પર ના નેત્રંગ ખાતેથી આવતા અને લોકસભા ચૂંટણી માં પૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા યુવા ચહેરા તરીકે જાણીતા કૉંગેસી આગેવાન શેરખાન પઠાન લૉકસભા ચૂંટણી પહેલા જ પાર્ટીની નીતિઓ સામે નારાજ ચાલી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે,
લોકસભા ચૂંટણી પહેલા જ શેરખાન પઠાન ની પાર્ટી પ્રત્યે ની છુપી નારાજગી કોંગ્રેસ ને આગામી ચૂંટણીઓ માં ભારે પડી શકે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે, છેલ્લા કેટલાક સમય થી પાર્ટી ની મિટિંગો માં અને ભરૂચ, અંકલેશ્વર ખાતે સતત લોકો વચ્ચે જોવા મળતા શેરખાન પઠાન હાલ માં અદ્રસ્ય બન્યા હોવાની વાત વહેતી થઈ છે,
આદિવાસી વિસ્તાર અને યુવા કોંગ્રેસ ના મોટા સમૂહ ઉપર પકડ ધરાવતા શેર ખાન ની નારાજગી શું જુના જોગી અને તાજેતર માં જ જિલ્લા પ્રમુખ પદ પર બિરાજમાન થયેલા રાજેંદ્રસિંહ રણા સહિત ના અગ્રણી નેતાઓ દૂર કરી શકશે કે કેમ તે બાબત ઉપર સૌ કોઇ ની નજર મંડરાયેલી છે,
હાલ કોંગ્રેસ માં કોઇ કકળાટ નથી અને કોઇ નારાજ નથી તેમ કોંગ્રેસ ના આગેવાનો કહેતા નજરે પડે છે, પરંતુ ચૂંટણી પહેલા જ હું તો લડીશ અને હું પણ લડીશ, એક જ ચાલે જેવા સ્લોગન તો ગુંજ્યા છે એ તમામ સ્લોગન આજકાલ કોંગ્રેસ માં ઉત્પન્ન થયેલ આ આંતરિક રાજકીય ગુંચવણ પર લાગુ પડતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે,