બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ પ્રમુખ પાર્ક માર્ગ પર ની ગજાનંદ સોસાયટી નજીક માં જે સી બી થી ચાલતી ખોદ કામ ની કામગીરી દરમિયાન અચાનક ગેસ લાઈન માં ભંગાણ સર્જાતા ગેસ ના ફુવારા ફોર્સ થી જમીન ઉપર ઉપજી આવતા એક સમયે ભારે અફરાતફરી સાથે સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા..જોકે સમગ્ર ઘટના માં મોટી દુર્ઘટના થતી અટકી હતી…..
ભારે ફોર્સ સાથે જમીન ઉપર હવા માં ગેસ ના ફુવારા ઉડતા નજરે પડતા સ્થાનિકો એ તાત્કાલિક ગુજરાત ગેસ તેમજ ભરૂચ ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર ના લાશ્કરો અને ગેસ કંપની ના કર્મચારી ઓ એ ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થતિ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજ ની છેલ્લા કેટલાય દિવસઃ માં ભરૂચ જીલ્લા માં ત્રીજી ઘટના સામે આવી છે જેમાં વાત કરીએ તો પ્રથમ ઘટના અંકલેશ્વર ના સ્ટેશન રોડ વિસ્તાર માં બની હતી જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી તો બીજી ઘટના ભરૂચ શહેર ના મહંમદ પુરા વિસ્તાર માં બનવા પામી હતી જેમાં બે દુકાનો રિક્ષાઓ તેમજ મોટરસાયકલો આગ માં સ્વાહા સહીત એક મહિલા ઘાયલ થવાની ઘટના સર્જાવવા પામી હતી અને આજે ફરી એક વાર ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં ગેસ ના ફુવારા ઉડતા કહી શકાય કે ગુજરાત ગેસ કંપની પોતે નાખેલ પાઈપ લાઈનો સુરક્ષિત રાખવામાં અ સફર રહેતા હાલ તો શહેર રહીશો ના જીવ તાળવે ચોત્યા હોય તેમ લાગી રહ્યું છે…….
(હારૂન પટેલ)