ભારે કરી-ભરૂચ આરટીઓ માં ટેસ્ટિંગ ટ્રેક પર થયું કૌભાંડ..?
-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ
ભરૂચ આર,ટી,ઓ વિભાગ ના ટેસ્ટીગ ટ્રેક ઉપર વીમા વગર જ ચાલતી ગાડી થકી ભ્રસ્ટાચાર થતો હોવાની ચર્ચા, આખરે વિજિલન્સ ની ટીમે ગાડી જપ્ત કરી
ભરૂચ જિલ્લા આર, ટી, ઓ કચેરી વધુ એક વાર વિવાદ માં આવી છે, એક જાગૃત નાગરિક દ્વારા આરટીઓ ના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી ટ્રેક પર ગાડીઓ માં લોકો ને ટેસ્ટ અપાવી પૈસા ની ઉઘરાણી કરવામાં આવતી હતી, કહેવાય રહ્યું છે કે આ ગાડી છેલ્લા બે-ત્રણ મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર આંટા ફેરા મારતી હતી,અને જે લોકો આ ગાડી માં ટેસ્ટ આપતા તેઓએ આરટીઓ ના નિયમો ની ગ્રીન લિસ્ટ માં આવી જતા હતા એટલે કે સળવારે આ ગાડી માં ટેસ્ટ આપવા રૂપિયા આપો અને બધા જ નીતિ નિયમો ભૂલી ને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરો જેવી બાબતો સામે આવતા ખળભળાટ મચ્યો છે,
આર ટી ઓ ના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ફરતી ગાડી નંબર GJ 6 DD 6724 નંબર ની ગાડી અંગે જયારે વિજિલન્સ ની ટીમે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી, જેમાં જે ગાડી ટેસ્ટીગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડી ની વીમા ની મુદ્દત પણ પતિ ગઈ હોય તેમ સામે આવ્યું હતું,
હાલ સમગ્ર મામલે ભરૂચ આરટીઓ અધિકારી મિતેષ બંગાલે સાથે વાત ચિત્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે હા આ ગાડી અમે જપ્ત કરી છે અને મામલે ગાડી ના માલિક ની તપાસ શરૂ કરી છે, જોકે આખા મામલે તેઓએ ગાડી ના ચાલક સામે દંડનિય કાર્યવાહી કરવાની વાત કરી હતી,
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ, ચાર મહિના થી આરટીઓ વિભાગ પાસેના જ ટ્રેક પર આ ગાડી કોણ ચલાવી પોતાની કરતુતો પાર પાડતું હતું..? શું આરટીઓ વિભાગ માં એજન્ટ અને વચેટિયા ઓની મિલી ભગત થી ટેસ્ટિંગ કૌભાંડ ચાલતું હતું..? જે બાબત હાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે,
સમગ્ર મામલો સામે આવ્યા બાદ રીક્ષા એસોસિએશન ના પ્રમુખ આબીદ મિર્ઝા એ પણ આરટીઓ ની કામગીરી અંગે ઝાટકળી કાઢી હતી અને જણાવ્યું હતું કે ટેસ્ટિંગ ટ્રેક પર રીક્ષા ચાલકો સાથે થતા અન્યાય બાબતે તેઓએ મામલે અગાઉ બે ગાડીઓ અંગેની લેખિત રજુઆત કરી હતી જે બાદ તેમાંથી જ એક ગાડી આજે વિજિલન્સ ની ટીમે ઝડપી પાડી ભરૂચ આરટીઓ ની કામગીરી ને શંકા દાયરા માં મૂકી હોવાનું કહેવાય રહું છે,