Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

Bharuch

Share

ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો*

***

Advertisement

*તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયો*

***

ભરૂચ- બુધવાર- લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ વર્ષ ૨૦૨૪નો ફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૧મીએ યોજાયો હતો.

આજરોજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં યોજાયા હતા. કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૮ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ : કિસાન વિકાસ સંધ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી: હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગ જુગારના ૪ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!