Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે મહિલા લોક રક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો

Share

પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહીત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટર ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નીહાળી હતી. પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી 1.20 લાખની ચોરી કરી બે ગઠિયા ફરાર

ProudOfGujarat

ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!