કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે માજી ફાઉન્ડેશન યુ કે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.
આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં ૧૦૦ જેટલા જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.
યાકુબ પટેલ, કરજણ