ભરૂચ જિલ્લા માંથી પસાર થતા રેલ્વે ની હદ વિસ્તાર માં અકસ્માતે મોત થવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે, ખાસ કરી પાલેજ થી પાનોલી સુધીની હદ વિસ્તાર માં જ ચાલુ વર્ષે 70 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.
ભરૂચ રેલવે પોલીસ વિભાગ ના સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લા ના રેલવે હદ વિસ્તારો માં અકસ્માત ની ઘટનામાં 70 જેટલાં લોકો મોત ને ભેટ્યા છે, જેમાં અકસ્માત થવા, ચાલુ ટ્રેને પડી જવાથી, આત્મહત્યા કરવાથી, તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
દર વર્ષે રેલવે હદ વિસ્તાર માં મૃતકો ની સંખ્યામાં સતત વધારો થાય છે તેવામાં રેલવે મુસાફરી અને અપ ડાઉન કરતા લોકોએ કેટલીક બાબતે સાવધાની દાખવવી પણ ખુબ જરૂરી જણાઈ રહી છે, આ માત્ર ચાલુ વર્ષ એટલે જે જાન્યુઆરી 2023 થી લઈ ડિસેમ્બર 2023 સુધી ના આંકડા છે, જો ભૂતકાળ ના વર્ષો ની વાત કરીએ તો અકસ્માતે મોત ના આંકડા એવરેજ પ્રમાણે સામે આવી રહ્યા છે જે ચિંતા જનક બાબત કહી શકાય તેમ છે.