Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આમ આદમી પાર્ટી નો આંતરિક દખો ચરમસીમાએ, ૪૩ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સાગમતે રાજીનામા

Share

આગામી સમયનાં નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેવા સમયે ભરૂચ આમ આદમી પાર્ટીમાં મોટાપાયે ભંગાણ સર્જાતા ભરૂચનું રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટીના 43 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સત્તાવાર રીતે રાજીનામા ધરી દેતા ભરૂચના રાજકારણમાં ચહલપહલ મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ વિધાનસભામાં મત વિસ્તારમાંથી પાર્ટીના ભરૂચ વિધાનસભાના સંગઠન મંત્રી ઝફર જી શેખ દ્વારા આમ આદમી પાર્ટીના લેટરપેડ ઉપર આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓના નામ હોદ્દા સહિતનો રાજીનામાં લેટર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ને સંબોધી લખેલ છે, જેમાં 43 જેટલા હોદ્દેદારો તારીખ 14 12 23 થી આમ આદમી પાર્ટીમાંથી ખુશીથી અને કોઈના દાબદબાણ વગર રાજીનામા આપીએ છીએ તે મતલબનો લેખિતમાં લેટર લખેલ છે, પરંતુ રાજીનામા આપવાનું કારણ હજી સત્તાવાર રીતે બહાર પડેલ નથી, કહેવાય છે કે પક્ષના આંતરિક ડખા એટલી બધી ચરમસીમાએ પહોંચ્યા કે આમ આદમી પાર્ટીમાંથી એક સાથે 43 જેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને રાજીનામું આપવાની ફરજ પડી છે

Advertisement

એકબાજુ આમ આદમી પાર્ટીના દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ગઇકાલે લાંબા સમય પછી પોલિસ સ્ટેશને હાજર થયા, તેવા સમયે પક્ષ નાં પડખે ઊભા રહેવાની જગ્યા એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓના રાજીનામા ઘણા બધા સંકેત આપી રહ્યાં છે.


Share

Related posts

ભરૂચનાં જયોતિનગરમાં ટેમ્પો બેકાબુ બનતા સર્જાયો અકસ્માત : અકસ્માતમાં શાકભાજીનાં વેપારી બન્યા ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં સંજાલી ગામે ૩.૪૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ખરચી ગામે સાત જુગારીયા જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!