વડોદરામાં અંતરિયાળ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગ માં ફરી પેસેન્જર મહિલાઓને લૂંટી લેતી આંતરરાષ્ટ્રીય ગેંગ નો પર્દાફાશ થયો છે. પોલીસે એક રિક્ષામાંથી બે લૂંટારાઓને ઝડપી પાડતા તેમની પાસે સોનાની બે ચેન મળી આવી હતી. બંનેની આકરી પૂછપરછ કરાતા વડોદરામાં છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં એક ડઝન જેટલી મહિલાઓના દાગીના લૂંટ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. આ ગેંગના ફરાર બે મહિલા સહિતના સાગરીતોની પોલીસ તપાસ ચલાવી રહી છે.
બહારગામ થી રીક્ષા લઇ વડોદરામાં આવતી લૂંટારુ ટોળકી માં રીક્ષા ડ્રાઇવરની સાથે એક સાગરિત પેસેન્જર તરીકે બેસતો હતો. સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં તેઓ ફરતા હતા. દાગીના પહેરેલ હોય તેવી સિનિયર સિટીઝન મહિલાને તેઓ પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા હતા જે દરમિયાન રિક્ષામાં પાછળ બેઠેલો મુસાફર દાગીના કાઢી લેવાનું કામ કરતો હતો.
રીક્ષામાં પેસેન્જરની લૂંટના ઉપરા છાપરી બનાવો બનતા પોલીસ કમિશનરે ટીમો બનાવી હતી. જે દરમિયાન તરસાલી થી સોમા તળાવ ની વચ્ચે પોલીસે નંબર પ્લેટ પર ફૂલો લગાવેલી એક રીક્ષા ને અટકાવી તેના ચાલક તેમજ પાછળ બેઠેલા મુસાફરની પૂછપરછ કરતા સોનાની બે ચેન મળી આવી હતી. આ પૈકી એકનું નામ રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક (સફારી હોટલ પાછળ, ઓઢવ રીંગરોડ, અમદાવાદ) તેમજ બીજાનું નામ રાજેશ ઉર્ફ ટણી દયારામ પરમાર (કુંભારખાડ તળાવ પાસે, મહેમદાબાદ જિલ્લો ખેડા અને લોહાનગર રાજકોટ) હોવાનું ખુલ્યું હતું. બંનેનો ગુનાહિત ભૂતકાળ તપાસતા સંખ્યાબંધ ગુના આચર્યા હોવાની વિગતો ખુલી હતી.
પોલીસે બંને લૂંટારા ની પૂછપરછ કરતા છેલ્લા અઢી મહિના ના ગાળામાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં પેસેન્જર તરીકે રિક્ષામાં બેઠેલી એક ડઝન જેટલી મહિલાઓના દાગીના લૂંટી લીધા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી. જેથી જોઈન્ટ પોલીસ કમિશનરે વિવિધ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુના નોંધવા માટે તજવીજ કરી હતી. આ ટોળકીના બીજા છ સાગરીતાના નામ ખુલ્યા છે.
વડોદરામાં દાગીના લૂંટવા માટે આવતા પહેલા ટોળકી મહેમદાવાદ ખાતે રહેતા વિનુ ભુવા પાસે જતી હતી અને દાણા જોવડાવ્યા બાદ કામ કરવા વડોદરા તરફ રવાના થતી હતી. જેથી પોલીસ ભુવાની પણ પૂછપરછ કરનાર છે. વડોદરા આવવા માટે તમામ સાગરીતો ખેડા નજીક દાવડા ચોકડી પર ભેગી થતી હતી.
પોલીસથી બચવા માટે ટોળકી વારંવાર રીક્ષાઓ બદલતી હતી તેમજ એકની એક રીક્ષા હોય તો તેનું હુડ બદલી નાખતી હતી. સીસીટીવી થી બચવા માટે રીક્ષા ની નંબર પ્લેટ પર ફૂલો લગાવી દેતા હતા. પરંતુ આ જ કૃત્ય તેમને ભારે પડ્યું હતું. પોલીસે દાગીના લુટાયા હોય તેવા બનાવવામાં રીક્ષાઓ તપાસતા કેટલીક રીક્ષામાં નંબર પ્લેટ પર ફૂલો લગાવેલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સોમા તળાવ પાસે નંબર પ્લેટ પર ફૂલ લગાવેલી રીક્ષા જોઈ પોલીસને શંકા ગઈ હતી અને તેની તપાસમાં જ ભાંડો ફૂટ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન વડોદરામાં આછોડા લૂંટવા આવતી ગેંગના પકડાયેલા રમેશભાઈ સામે જુદા જુદા 9 ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે રાજેશ ઉર્ફે ટણી સામે અમદાવાદ દિલ્હી વડોદરા રાજકોટ જેવા સ્થળોએ 22 જેટલા ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસની તપાસમાં ટોળકીના બીજા 6 સાગરીતોના નામો બહાર આવ્યા હતા. જેમાં ઇમરાનમીયા, ગીતાબેન દંતાણી (કુંભારખાડ, મહેમદાવાદ), અજય દિનુભાઈ દેવીપુજક, ભીમાભાઇ રમેશભાઈ વાઘેલા (તમામ રહે કુંભારખાડ મહેમદાવાદ), સૂર્યાબેન મનસુખભાઈ મીઠાપરા અને લાલુ ધનજીભાઈ (ત