Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનને હાજર થતા ડિવાયએસપી સરવૈયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું

Share

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની અને અન્ય સાત વ્યક્તિઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વનકર્મી ઉપર હુમલો અને પૈસા માંગવા બાબતે પોલિસ કેસ નોંધાયેલ હતો.

આજરોજ ચૈતર વસાવા સહિત અન્ય અક્ષેપિત બાકી વ્યક્તિઓ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાં. કુલ ૭ વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ૨૪ કલાકમાં ઇન્વેસ્ટેશન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું નિવેદન dysp સરવૈયા એ આપ્યું હતું.

Advertisement

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની સાથેના આક્ષેપિત વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા અને ભાગેડું જાહેર થયેલ હતા ત્યારે આજરોજ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરશે તેવા પ્રશ્નોના ઉત્તરમાં સરવૈયા એ જણાવ્યું હતું કે આરોપીઓ આજે હાજર થયા છે ત્યારે પોલીસ દ્વારા જરૂરી ઇન્વેસ્ટીગેશન કરી 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ જરૂર જણાય એ રિમાન્ડ પણ માંગવામાં આવશે અને જરૂર જણાયે અન્ય કલમો પણ ઉમેરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું.


Share

Related posts

ભરૂચ : ગૌ માંસનાં ગુનામાં એક આરોપીની પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

ProudOfGujarat

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના કાફલાએ મેગા રિહર્સલ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!