ભરૂચ એસ.ટી વિભાગના કર્મારીઓ દ્વારા ભરૂચ શહેરનાં માર્ગો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના કર્મીઓ દ્વારા શુભ યાત્રા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ હાથમાં પ્લે કાર્ડ દ્વારા શહેરનાં માર્ગો પર રેલી સ્વરૂપ યાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચ એસ ટી ડિવિઝનનાં સમાવિષ્ટ એસ.ટી નાં કર્મીઓએ આ અભિયાનમાં મોટી સંખ્યામાં હાજર રહી રેલીને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
ભરૂચ ડિવિઝનમાં આવતા કેટલાંક એસ ટી ડેપોમાં ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળે છે જે અંતર્ગત જંબુસરના એસટી ડેપોના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે અમદાવાદના માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતના તમામ ડેપોમાં સ્વચ્છતા અંતર્ગત રેલીઓ કાઢી સ્વચ્છતા અભિયાનને મજબુત બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાતનાં મોટાભાગના એસ.ટી ડેપોને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યા છે. જ્યા સ્વચ્છતા ખુબ જરૂરી હોય તેના ઊપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્માર્ટ સીટીનું બિરૂદ આપી નાણાકીય સહયોગ આપી શહેરને વધુ સ્વચ્છ બનાવવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ભરૂચ એસ. ટી વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ રેલી યોજી
Advertisement